________________
પહેલાં નંબરમાં તો સંપૂર્ણ છોડી દેવા જેવું છે. બહુ જોયું. હવે નહીં.... છતાં કદાચ એટલું સત્ત્વ નથી. તો પણ કોઈ કંટ્રોલ મૂકવો છે ? મારી પાસે બે ફૉર્મ્યુલા છે. બતાવું?
(૩૦-૩૫-૪૦ મિનીટની જે સીરિયલ જોતાં હો. છેલ્લી દસ મિનીટ જોવાની નહીં. વન-ડે મેચમાં છેલ્લી પાંચ ઓવર જોવાની નહીં.
એમાં જ તો રસાકસી હોય.. ભારે રસ પડે, કેમ છૂટે?” તો પહેલી ૪૫ ઓવર નહીં જોવાની.' “એ ન જોઈએ તો રસ જાગે જ શી રીતે?
“રસ ન જાગે એ તો સારું જ છે ને!” ચાલો, બીજી ફૉમ્યુર્લા બતાવું.. દર એક -બે એપિસોડ થયા પછી એકાદ એપિસોડ છોડી દેવાનો. બધી અનુકૂળતા હોવા છતાં, નહીં જોવાનો એટલે નહીં જોવાનો..
‘પણ તો તો પછી લિંક જ ન રહેને?”
તમને એનો ક્યાં પ્રોબ્લેમ છે ? તમે તો એપિસોડ છોડવાને ટેવાયેલા જ છો ને! ચોમાસામાં પ્રખ્યાધારિત વ્યાખ્યાન થાય ત્યારે રોજનું વ્યાખ્યાન એકએક એપિસોડ જેવું જ હોય છે. સાવ મામુલી મામુલી બહાના કાઢીને પણ તમે વચ્ચે એપિસોડ છોડતા જ રહો છો ને! મોડા આવો-વહેલા ઊઠી જાવ. બધું જ તમને ચાલે.
હસવાની વાત નથી. ટી.વી. અપરાધ છે. એના પર મર્યાદા ન મૂકવી હોય તો, ભવિષ્યમાં અમર્યાદિત સજામાટે તૈયાર રહેજો. પછી રોવા બેસવાનો કશો મતલબ નહીં રહે. એમ ૨૫-૩૦-૪૦ વરસથી ધંધો કરો છો. ને ધંધો કરો છો ત્યારથી કંઈક ને કંઈક અનીતિ-ભેળસેળ-વિશ્વાસઘાત વગેરે જો કરો છો, તો હવે અનીતિ છોડવી છે? વર્ષોના વર્ષોથી અનીતિ કરી છે. ખૂબ કમાયા. ઘણું ભેગું કર્યું. હવે છોડવી છે?
ના, જિંદગીના છેલ્લા દિવસ સુધી ધંધો કરીશું. ને છેલ્લા દિવસ સુધી અનીતિ કરીશું. જો આવો જ ઈરાદો હશે તો કર્મસત્તા પણ એવો જ ઈરાદો ધરાવશે. પરલોકમાં ભારે કંગાલિયત, દરિદ્રતા તો સતી સ્ત્રીની જેમ પડછાયાની જેમ પીછો નહીં છોડે. અત્યારે પણ એવા ઘણા નિઈનો જોવા મળતા હોય છે. હોંશિયારી હોય, ને ભારે હાડમારી પણ કરતા હોય. પણ ન કમાય ન જ કમાય. દરેક વખતે પૂર્વનું કંઈક ને કંઈક અશુભકર્મ એવી પછડાટ ખવડાવે. હાથમાં આવેલો કોળિયો ઝુંટવાઈ જતો દેખાય, હોઠે મંડાયેલો પ્યાલો છીનવાઈ
Xc
જેલર આ brary.org
Jain Education International
For Personal & Private Use Only