________________
શકે છે કે જેથી સરવાળે જીવને સજા જ થઈને રહે છે. શાસ્ત્રોમાં આવા ઢગલાબંધ દષ્ટાંતો નોંધાયેલા છે.
વિધવા બહેન, બે ભાઈઓ, બે ભાભીઓ. આમ પાંચ જણનો પરિવાર. શેષ ચારેને વિધવાબેન પ્રત્યે ખૂબ જ માન ને ખૂબ જ પ્રીતિ છતાં એકવાર બહેનને વિચાર આવ્યો કે આજે તો પ્યાર છે, કાલે મને કાઢી નહીં મૂકે ને ? માટે પરીક્ષા કરું.
એકવાર મોટાભાઈને બહારથી આવતા જોઈને બેને ભાઈ સાંભળે એ રીતે ભાભીને કહ્યું : “હાથ ચોખ્ખા રાખવા.' ભાઈએ બેનની વાત સાંભળી વિચાર્યું કે “મારી બેન આવી સલાહ કેમ આપે છે ? ચોક્કસ એણે કોઈ ચોરી કરી હશે.” એણે પત્ની સાથે બોલવાનું બંધ કરી દીધું. વ્યવહાર પણ ઓછો કરી નાખ્યો. થોડા જ દિવસમાં પત્ની અકળાઈ ગઈ. નણંદને વાત કરી. બેનને બધી કલ્પના આવી ગઈ. ભાઈને કહ્યું : તમે કલ્પના કરી છે એવું નથી. મેં તો સહજ શિખામણ આપેલી કે ક્યારેય ચોરીનો વિચાર પણ ન આવી જાય એની કાળજી લેવી. ને ભાઈનો પાછો પૂર્વવતુ વ્યવહાર થઈ ગયો. બેનને આનંદ થયો કે મોટાભાઈ-ભાભીના દિલમાં તો મારું મહત્ત્વ છે જ.
વળી એકવાર નાનો ભાઈ દુકાનેથી આવી રહ્યો હતો ત્યારે એ સાંભળે એ રીતે નાના ભાભીને કહ્યું : તમારી સાડી સંભાળજો. નાનો ભાઈ વિચારમાં પડી ગયો કે મારી બેને આમ કેમ કહ્યું ? જરૂર મારી પત્ની દુરાચારિણી હશે. ને પત્ની સાથેનો બધો સંબંધ કટ કરી નાખ્યો. પત્ની ભારે ચિંતામાં. છેવટે નણંદને વાત, નણંદે અવસર જોઈ નાના ભાઈને કહ્યું કે “તમારા પત્ની તો મહાસતી છે. આ તો મનમાં પણ પરપુરુષનો વિચાર ન આવી જાય એવી સાવધાની આપવા મેં કહેલું.' નાનાભાઈને સંતોષ. પત્ની સાથે ફરીથી પૂર્વવતું વ્યવહાર ચાલુ કરી દીધો. ને બેન રાજીના રેડ થઈ ગયા. બધા મારી વાત માને તો છે જ વિધવા બેને બને ભાભીઓ પર આરોપ આવે એવો વ્યવહાર કરવાનો અપરાધ સેવી લીધો. વૈધવ્યપણામાં આરાધનાઓ તો ઘણી જ કરી. પણ આ અપરાધનું પ્રાયશ્ચિત્ત ન કર્યું. - હવે જુઓ કર્મસત્તાની સજા કરવાની રીત-બીજાભવમાં આ વિધવા બેન એક શેઠની પુત્રી બની. બન્ને ભાઈઓ અન્ય ગામમાં એક શેઠના બે પુત્રો તરીકે ઉત્પન્ન થયા. બેમાંથી એકભાઈ સાથે આ શ્રેષ્ઠી કન્યાના લગ્ન થયા. લગ્નની રાતે જ આકાશમાંથી જતા કોઈક વ્યંતરને મજાક કરવાનું મન થયું. કર્મસત્તાએ
For Personal & Private Use Only
( જેલર
Jain Education International
brary.org