SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વા વાયા ડીસ્પોઝ કરી નાખી. પત્ની કજિયાખોર છે. અથવા બહુ જ વિચિત્ર સ્વભાવભાળી છે. અથવા વાતવાતમાં શંકા જ કર્યા કરવાવાળી છે. ક્યાં તો પતિ બહુ ગુસ્સાખોર છે કે, દારૂડિયો છે. અથવા આખો દિવસ ઘરમાં પડ્યો રહે છે. કશું કરતો નથી. આવા કોઈપણ કારણે જેનું દામ્પત્યજીવન કડવું થઈ ગયું હોય એ પતિએ કે પત્નીએ સામાપાત્રને જ દોષિત માનીને મન બગાડ્યા કરવા કરતાં “મારા પૂર્વના અપરાધની કર્મસત્તાએ આ સજા કરી છે. આ રીતે આ પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવો જોઈએ. જેથી મનને શાંત બનાવી શકાય, ને સામા પાત્ર પ્રત્યેના દ્વેષ. - વેરભાવ વગેરેથી બચી શકવાથી નવા પાપથી બચી શકાય. વાત આ છે. મેન સપોઝીસ, કર્મસત્તા ડીસ્પોઝીસ. વડાપ્રધાનની સુરક્ષા માટે હોસ્પીટલ સાથે વાયરલેસ સંદેશાવ્યવહારની વ્યવસ્થા હતી. પણ કર્મસત્તા કોને કહેવાય ? માનવીની જડબેસલાક વ્યવસ્થાને પણ ખોરવી નાખતા વાર નહીં. ઇન્દિરાજીની હત્યાના જ દિવસે એ વાયરલેસ સંદેશવ્યવહાર ખોરંભાઈ ગયેલો. એમ્બેસેડર કારમાં એમને હોસ્પીટલ લઈ ગયા ત્યારે જ ત્યાં ડૉકટરોને ખબર પડી કે આવી ઘટના ઘટી છે. ડૉકટરોને પૂર્વ તૈયારી કરવાનો જે ચાન્સ મળવો જોઈ તો હતો તે મળ્યો નહીં. ઇન્દિરાજીનું બ્લડ હતું આર.એચ.નેગેટીવ ગ્રુપનું. એ બ્લડનો હોસ્પીટલમાં હંમેશા સ્ટોક રખાતો. પણ એ દિવસે હોસ્પીટલમાં એ બ્લડ નહીં. ઈન્દિરાજી પર સ્ટેનગનદ્વારા પૂરી ત્રીસ ગોળી ધરબી દેનાર એ સતવંતસિંઘ અને બિયંતસિંઘને કાંઈ એમને ખતમ કરવા એમના સુધી સરકારે મોકલ્યા નહોતા. પણ એમની સુરક્ષા કરવા માટે મોકલ્યા હતા. એમને સ્ટેનગન જે આપવામાં આવેલી ને એમાં ગોળીઓ જે ભરવામાં આવેલી તે પણ એમની સુરક્ષા માટે. પણ કર્મસત્તા જ્યારે રૂઠે છે ત્યારે રક્ષક પણ ભક્ષક બની જાય છે. માનવી કાંઈપણ ગોઠવણ કરે, અનુકૂળ પરિસ્થિતિઓ નિર્માણ કરવાનું આયોજન કરે, પણ કર્મસત્તા જો સજા કરવા માગતી હોય તો માનવીની બધી ગોઠવણને કર્મસત્તા ફોક કરી શકે છે. એકાદ અનુકૂળતાને પણ એવી પ્રતિકૂળતામાં રૂપાંતરિત કરી શકે છે અથવા કોઈક નવું જ પ્રતિબંધક પરિબળ એવું ઊભું કરી - હાથમાંથી લેશે, નસીબમાંથી કોણ લેશે ? Jain Education International For Personal & Private Use Only Womenolary.org
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy