SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈપણ જીવ ક્યારે પણ કોઈને પણ કરી શકતો નથી. આ નિયમને દિલમાં કોતરી રાખવા જેવો છે. આશય એ છે કે આ વિશ્વમાં સજા કરવાનો અધિકાર એક માત્ર કર્મસત્તાને જ છે. એના સિવાય કોઈને નથી. કોઈ જીવ ગમે તેવો - સત્તાધીશ હોય, ગમે તેવો શક્તિશાળી હોય, ગમે તેવો શ્રીમંત કે બુદ્ધિમાન હોય ને અન્યજીવને હેરાન કરવા ગમે એટલું ચાહતો હોય - મથતો હોય, પણ જો કર્મસત્તાએ એ અન્યજીવને સજા ફરમાવી ન હોય તો એ સત્તાધીશ જીવ એ અન્યજીવને કશું પણ કરી શકતો નથી. આનું સચોટ ઉદાહરણ એટલે અઘટકુમાર. અવંતિદેશ, વિશાલાનગરી, સુઘટિત નામે રાજા, જ્ઞાનગર્ભનામે રાજપુરોહિત. ચાલુ રાજસભામાં આવીને એક સેવકે જ્ઞાનગર્ભના કાનમાં કંઈક વાત કહી. જે સાંભળતાં જ જ્ઞાનગર્ભની આંખો પહોળી થઈ ગઈ ને સાનંદાશ્ચર્ય શબ્દો નીકળી પડ્યા કે “હુંવાત છે ? હોય નહીં !' રાજાને આ વાત જાણવાનું ભારે કુતૂહલ થયું. પૂછ્યું. પુરોહિતે કહ્યું : મારી દાસીએ એક પુત્રને જન્મ આપ્યો છે. આ બાળક ગર્ભમાં હતો ત્યારે એની માને આવેલા સ્વપ્નો પરથી એ ભાવમાં મહાનું બનશે એવું સૂચન થતું હતું. આજે એ બાળકનો જન્મ થઈ ચૂક્યો છે ને એના અંગ ઉપર ચક્ર -ધનુષ્ય વગેરે લક્ષણો છે એ સમાચાર આ સેવકે મને આપ્યા. રાજા : તો આ ચક્ર વગેરે લક્ષણોનો મહિમા શું છે એ જણાવો. પુરોહિત : આ બાળક આ નગરીનો રાજા બનશે. અને તે પણ આપની હયાતિમાં જ. રાજાને તો એક એક શબ્દ કાનમાં શૂળની જેમ ભોંકાવા લાગ્યો. મારો કલૈયા કુંવર જેવો વિક્રમસિંહ નહીં ને એક દાસીપુત્ર રાજા બને ? અશક્ય! અશક્ય ! છતાં ધનુષ્ય ચક્ર જેવા લક્ષણો અવશ્ય રાજ્ય અપાવે. આ વિચારથી મનમાં ભય ડોકાયા કરે છે. છેવટે નિર્ણય કર્યો કે આ બાળકને ખતમ કરાવી નાખું. રાજાનો હુકમ થયો. બે સેવકો એ જ દિવસે જન્મેલા બાળકને પુરોહિતના ઘરેથી ઉપાડી ગયા. એને ખતમ કરી નાખવાસ્તો. નગરની બહાર નીકળ્યા. પણ દેવકુંવર શા બાળકને જોતાં જ મનમાં વિચાર ચાલવા લાગ્યા. “આવું નાનું બાળક! એણે રાજાનું શું બગાડ્યું હશે કે રાજા એને મારી નાખવા માગે છે?” રૂડાં - રૂપાળાં અને નિર્દોષ આ બાળકની હત્યા કરવાનો જીવ ન ચાલ્યો. - ભાગ્ય ઉઘડે ત્યાં ઊંધું પણ સીધું થાય [ જેલર| Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy