________________
આપણે એને ક્યાંય રેંઢો મૂકી દઈએ. પછી પશુ-પંખીઓએ જે કરવું હય તે કરે.” એક જીર્ણ બગીચાના અવાવરા કૂવાના કાંઠા પર બાળકને મૂકીને બન્ને રવાના થઈ ગયા.
સવારે બગીચામાં આવતાં જ માળીના આશ્ચર્યનો પાર નહીં. આ બગીચો તો જીર્ણ હતો. રડ્યા ખડ્યા કોઈક જ ઝાડ પર બે-ચાર ફુલો આવતા. આજે તો જાણે કે વસંત ખીલી ઊઠી છે. દરેક ઝાડ ફળ - કુલથી લચી પડ્યું છે. આ શો ચમત્કાર ? ચારે બાજુ નજર ફેરવતાં કૂવાના કાંઠા પર હસતું - ખીલતું બાળક જોયું. વેરીને પણ વહાલ કરવાનું મન થઈ જાય એવા દેવકુંવરશા બાળકને ચૂમીઓથી નવડાવી દીધું ને ઘરે લઈ જઈ પોતાની નિઃસંતાન માલણને સોંપ્યું. આજથી તને કોઈ વાંઝણી નહીં કહે.' પણ બગીચામાં ઘટી ન શકે એવી ઘટના ઘટી હોવાથી બાળકનું નામ પાડ્યું, અઘટકુમાર.
અકથ્ય આનંદના મહાસાગરમાં ડૂબેલી માલણે જતનપૂર્વક બાળકને ઉછેરવા માંડ્યો. એકદિ કેડે બાળકને તેડીને રાજસભામાં રાજાને ફુલમાળા આપવા આવે છે. જ્ઞાનગર્ભે બાળકને જોતાં જ નિર્ણય કર્યો કે “આ એ જ બાળક છે.” બાળકનું અપહરણ થઈ ગયેલું એ ખબર હતી. પણ પછી બાળક ક્યાં છે? ખબર નહોતી. ને આજે બાળક જોવા મળ્યું એટલે એની નજર એના પર જ ચોંટી ગઈ. રાજાના ખ્યાલમાં આ વાત આવી ગઈ. રાજાએ કારણ પૂછવા પર સ્પષ્ટ વક્તા પુરોહિતે કહ્યું : આ બાળક એ જ મારી દાસીનો પુત્ર છે જે આપની રાજગાદીએ બેસવાનો છે. રાજા પાછો ચિંતામાં ગરકાવ થઈ ગયો. બન્ને સેવકોને બોલાવ્યા. રાજાનો ગુસ્સો જોઈને જ બન્નેએ ભૂલ કબુલી લીધી ને જણાવ્યું કે અમે તો કૂવાના કાંઠે બાળકને મૂકી દીધું હતું. ને તપાસ કરતાં આ પણ જાણવા મળ્યું કે માળીને બાળક કૂવાના કાંઠા પરથી જ મળ્યું છે. એટલે નિઃશંક નિર્ણય થઈ ગયો કે “આ એ જ બાળક છે.'
પણ આ બાળક રાજા બને એ રાજાને હરગીજ મંજૂર નથી. એણે અત્યંત 'નિર્દય જલ્લાદને આજ્ઞા કરી દીધી કે આ બાળકને ખતમ કરો. સૈનિકો પરાણે અઘટકુમારને માલણ પાસેથી ઊઠાવી ગયા. પેલો યમ જેવો નિષ્ઠુર જલ્લાદ બાળકને લઈને જંગલ તરફ રવાના થયો. અઘટકુમાર દેખાવડો હોવાની સાથે રમતિયાળ ને હસમુખો પણ છે જ. જમ જેવા અજાણ્યા માણસથી પણ ડર્યા
- રાજા દંડે તેને પહોંચાય. પણ નસીબ દડે તેને ન પહોંચાય.
૨૫
જેલર www.jamendrary.org
Jain Education International
For Personal & Private Use Only