________________
બ્રહ્મદત્તચક્રવર્તી ! છખંડનો સમ્રાટ - ૧૪ રત્નો - નવનિધાન - ૧૬000 દેવો રક્ષા કરવા માટે સદા તત્પર ને પોતાની જ રાજધાનીમાં રાજસવારી નીકળે ત્યારે તો અંગરક્ષકોનો પણ કેવો કાફલો હોય ? ને છતાં એક જંગલના ભીલ છોકરાએ માત્ર ગોફણ જેવા સાધનથી એની બન્ને આંખો ફોડી નાખી. શું આ શક્ય બની શકે ? પણ બન્યું છે એ હકીકત છે.
- દુનિયામાં ઘટતી આવી ઘટનાઓ પણ, જો થોડી પણ સૂક્ષ્મવિચારણા કરવાની ક્ષમતા હોય તો જરૂર સૂચવશે કે બળવાનને હેરાન કરનારો એ નિર્બળ જેલર” જ હોવો જોઈએ. જેલર તરીકેના અધિકાર વિના-કોર્ટના પીઠબળ વિના આવી બાબત શક્ય બની શકે જ નહીં.
એટલે કહું છું કે હેરાન કરનારો જેલર છે ને જેલર ક્યારેય દુષ્ટ હોતો નથી. કોર્ટનો ઑર્ડર હોય તો ગુનેગારને એ કદાચ શૂળીએ પણ ચડાવી દે. તો પણ એ દુષ્ટ નથી. એમ કર્મસત્તાની કોર્ટનો ઑર્ડર હોય તો કોઈ પ્રાણ પણ લઈ લે. તો પણ એને દુષ્ટ માની શકાય નહીં. એટલે કે
ગાળ આપનારો ..... જેલર ! થપ્પડ મારનારો .... જેલર ! જૂઠા આરોપ મૂકનારો ..... જેલર ! ડગલે ને પગલે અપમાન કરનારો ...... જેલર ! વાત વાતમાં આપણી વાત તોડી પાડનારો ... જેલર ! બધા પાસે આપણને હલ્કા ચીતર્યા કરનારો ....... જેલર ! ચીજ-વસ્તુનું નુકશાન પહોંચાડનારો ... જેલર ! ધંધામાં વિજ્ઞ કરનારો .. જેલર ! હાથ-પગ ભાંગી નાખનારો ....... જેલર !
બસ, જેલર.જેલર...જેલર... આ શબ્દને ર કરો. કાંઈપણ સહન કરવાનું આવે એટલે જેલર! કોઈ એક વ્યક્તિ આપણને ખૂબ ત્રાસ આપે છે. વારેવારે હેરાન કર્યા કરે છે. એની કનડગતોથી આપણે વાજ આવી ગયા છીએ. ને તેથી મનમાં એના પ્રત્યે ઘણો ગુસ્સો આવે છે. બદલો લેવાનું મન થઈ જાય છે. કંઈકને કંઈક કરી નાખું એવી લાગણીઓ ઊડ્યા કરે છે. ને એ કરી શકાતું નથી તેથી મન અપસેટ - અશાંત રહે છે. આવી વ્યકિતનું X, X, કે જે કાંઈ નામ હોય એ નામ ગોઠવીને હું તો જરૂર કહીશ કે “જીવડા !x તો જેલર છે, એ કાંઈ દુષ્ટ નથી.” “જીવડા! x તો જેલર છે, એ કાંઈ દુષ્ટ નથી.” આવી અથવા
૨૨
| જેલર |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org