________________
માનવીઓના પૂર્વજીવનોનો અભ્યાસ કરનાર ડૉ. એલેકઝાંડર કેનને The power within માં દર્શાવેલાં તારણો: “બીજે જન્મ પોતાની પસંદગી મુજબ મળે છે ? એજ રીગ્રેશનના પ્રયોગો દરમ્યાન આ પ્રશ્નનો જવાબ નકારમાં મળ્યો છે. પોતાની પસંદગી મુજબ પછીનો ભવ નથી મળતો. પણ પોતાના વર્તમાન જીવન મુજબ એ મળે છે.” “ગતજન્મમાં સેવેલાં કોઈ દુષ્કાયના બદલામાં તે આદમી ક્રિયા-પ્રતિક્રિયાના આ નિયમના કારણે આ જનમમાં કેવી રીતે દુ:ખી થાય છે ? તે દર્શાવવા દ્વારા આ પૂર્વજીવનોનો અભ્યાસ, કુદરતમાં અત્યંત વ્યાપક એ અલ ન્યાયને જ સૂચવે છે. “મારા ઉપર એક પછી એક આપત્તિઓ કેમ ત્રાટક્યા કરે છે?” આવી ફરિયાદ કરનાર માનવીઓના ગતજન્મોમાં નજર નાખતાં જણાય છે કે એમણે એ જન્મોમાં ક્રૂર કર્મો આચર્યા છે. જ્યારે અન્ય વ્યક્તિ આ જીવનમાં ગમે તેમ વર્તે છે તો પણ એના પાસા પોબાર પડતાં જણાય છે. ગત જન્મમાં એમણે કરેલાં કોઈ સત્કાર્યનું આ ઈનામ ન હોય શકે ?
પરામનોવૈજ્ઞાનિક સંશોધનો દ્વારા કર્મ અને પુનર્જન્મની પ્રતીતિ થવાના કારણે પાશ્ચાત્ય જગતમાં કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતને સ્વીકારી લેવાની માગ ઊઠી છે. ડૉ. પોલબુટન પોતાના “The Hidden Teaching Beyond Yoga” પુસ્તકમાં લખે છે કે કર્મ એ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. એશિયાના ધર્મોએ એને અપનાવેલો છે. યુરોપમાં પણ પહેલાં એનો સ્વીકાર હતો. પરંતુ ઈસુ પછી પાંચસો વર્ષે કોન્સ્ટન્ટનોપલની કાઉન્સિલે એને ઈસુના ઉપદેશમાંથી બાકાત કર્યો. આમ કેટલીક મૂર્ખ વ્યક્તિઓએ પશ્ચિમ જગતને આ વૈજ્ઞાનિક નિયમથી વંચિત કર્યું. પણ હવે આ વૈજ્ઞાનિક સિદ્ધાંતની ફરીથી પ્રતિષ્ઠા કરવાનો અવસર આવી ગયો છે. આ કાર્યને વેગ આપવો એ શાસકોનું, નેતાઓનું, શિક્ષકોનું અને ધર્મગુરુઓનું કર્તવ્ય છે. જ્યારે માનવીને આ ખ્યાલ આવશે કે પોતાની વૃત્તિ-પ્રવૃત્તિના પ્રત્યાઘાતમાંથી બચી શકાય એમ નથી ત્યારે પોતે કઈ પ્રવૃત્તિ કરવી ? એ બાબતમાં કાળજીવાળો બનશે. અને વિચાર કરતી વખતે પણ સાવધ રહેશે. જ્યારે એને ખબર પડશે કે તેમાં અને વિકકાર એવા કાતિલ શસ્ત્ર છે કે જે માત્ર સામા આદમીને જ નહીં, પણ ત્યાંથી અથડાઈને પાછા ફરીને એ શસ્ત્ર છોડનારને ખુદને પણ ઘાયલ કરે છે. ત્યારે આ સૌથી વધુ
- કર્મ વિના કરસનભાઈ જાન કન રી જાય ? કર્મમાં તેલ લખીયો તો ઘી કટંથી થાય?
| જેલર |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org