SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ કિસ્સો નોંધાયો નથી. પ્રશ્ન : આપણા વગર વાંકે અન્ય વ્યક્તિ ડગલે ને પગલે કનડગત કર્યા કરતી હોય તો એ તો ઘોર અન્યાય કહેવાય. અન્યાય ક્યાં સુધી સહન કરવો ? ઉત્તર : આપણને ન્યાયમાં રસ છે કે સમાધાનમાં ? ન્યાયમાં એકઘરે, જેની ફેવરમાં ચુકાદો આવે એ ઘરમાં, અજવાળું થાય છે જ્યારે સમાધાનમાં બને ઘરે અજવાળાં (સંતોષ - ખુશી) પથરાય છે. ન્યાયમાં કર્મસત્તા માને છે. ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાં શવ્યાપાલકના કાનમાં ધગધગતું સીસુ રેડ્યું હતું. છેલ્લા ભવમાં કાનમાં ખીલા ઠોકીને કર્મસત્તાએ ન્યાય કરી લીધો. ધર્મસત્તા તો સમાધાનમાં માને છે. પ્રભુમહાવીરે “મારા જ પૂર્વ અપરાધોની સજા છે એમ સમાધાન કેળવીને એ પીડાને પણ અપૂર્વ સમતાપૂર્વક સહી લીધી. પણ એ યાદ રાખવું જોઈએ કે કર્મસત્તા જીવને પીડવામાં માને છે. ધર્મસત્તા જીવને સુખી કરવામાં માને છે. આપણને જે પસંદ હોય એના પક્ષમાં બેસવું ન જોઈએ ? બાકી તો આ કુદરતના શાસનમાં અન્યાય જેવું કશું છે જ નહીં. દર વખતે મારે જ સહન કરવાનું ?' આ પ્રશ્ન જ અસ્થાને છે. આ જેલર અંધારી કોટડીમાં ગોંધાઈ રહેતો નથી. માર ખાતો નથી. મજુરી કરતો નથી. ને મારે જ રોજ આ બધું વેઠવાનું ? આવો પ્રશ્ન કેદી કરે એ શું યોગ્ય છે ? નસ્તરની કે ઓપરેશનની પીડા મારે જ વેઠવાની ? ડૉકટર તો કશું સહન કરતો નથી. આવો પ્રશ્ન ઊઠાવવાનો દર્દીને અધિકાર શું હોય શકે ? કર્મનું ગુમડું કે ગાંઠ દૂર થઈ રહ્યા છે, પછી આવો પ્રશ્ન ઉઠાવવાનો શું મતલબ ? પાલકને જેલર કે સર્જન ડૉક્ટર માનનારા પાંચસો શિષ્યો ઘાણીમાં પીલાઈ જવાની પ્રાણાંત વેદનામાં પણ અન્યાય ન જોયો તો કેવલજ્ઞાનની શ્રેષ્ઠતમ બક્ષિસ પામી મોક્ષે સિધાવી ગયા. પણ એમના ગુરુ ખંધકસૂરિએ પાલકનો ઘોર અન્યાય માન્યો તો એમને દુઃખમય સંસારમાં રુલવાની સજા જ મળી. “આ બાળમુનિને ઘાણીમાં પીલાતા હું જોઈ નહીં શકું. માટે પહેલાં તું મને પીલી નાખ ને પછી આ બાળમુનિને આટલી પાલકને વિનંતી કરી. પાલક તો ખંધકસૂરિને વધુમાં વધુ ત્રાસ આપવા જ ચાહતો હતો. એટલે એણે ધરાર ના પાડી ને બાળમુનિને જ પ્રથમ પીલ્યા. ખંધકસૂરિને થયું ‘વગર વાંકે મારા ચારસો નવાણું સાધુઓને તેં પીલી નાખ્યા. તો પણ મેં એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી. ને આટલી ક્રમ બદલવાની એક નાની વિનંતી છેલ્લે કરી રહ્યો છું એ પણ તું સ્વીકારતો નથી ? આ તારો ઘોર અન્યાય છે. ને આ ઘોર અન્યાયને મૂંગે મોઢે જોઈ લેનારા આ નગરજનો પણ અન્યાયને [ જેલર ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy