SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી દેરાણી બધાની નજરમાંથી ઉતરી રહી છે. સંસારમાં સહન કરવી પડતી આવી તો ઢગલાબંધ વાતો છે.X, X, કે z અનેક વ્યક્તિઓ તરફથી એ સહન કરવી પડતી હોય છે કે ક્યારેક કોઈ એક જ વ્યક્તિ તરફથી સહન કરવી પડતી હોય છે. દરેક વખતે જાતને આ પ્રશ્ન પૂછો : હું X, X, કેZ દ્વારા હેરાન થઈ રહ્યો છું. કારણકે (૧) પ્રથમ વિકલ્પ મારા કર્મો દુષ્ટ છે. (૨) બીજો વિકલ્પ : એx, ૪, કે zદુષ્ટ છે. આમાં દરેક વખતે પ્રથમ વિકલ્પ જ સાચો હોય છે. એનું જ પ્રકૃતિ ભવ્ય ઈનામ આપે છે. કારણકે X, Y, કે 2 એ તો જેલર છે. જેલર કેદીને અંધારી કોટડીમાં પૂરી દે. ફટકા મારે. જાતજાતની મજુરી કરાવે, ભૂખ્યો રાખે. અરે ! કોર્ટમાંથી ઓર્ડર હોય તો ફાંસીના માંચડે લટકાવી દે. એ ક્યારેય દુષ્ટ હોતો નથી. પોતાનો અપરાધ જ દુષ્ટ છે ને માટે કેદીએ સહન કરવું પડતું હોય છે. બસ આવું જ પ્રસ્તુતમાં હોય છે. દરેક વખતે “મારા કર્મો દુષ્ટ છે.” “મારા કર્મો દુષ્ટ છે.” આ જ મંત્ર રટવા જેવો છે. સજા ઘટાડવાનો ને ઈનામ પામવાનો આ જ ઉપાય છે. સાડા બાર વર્ષના સાધનાકાળ દરમ્યાન ડગલે ને પગલે ઘોર ઉપસર્ગો પ્રભુવીરને આવ્યા છે. પણ પ્રભુએ ક્યારેય પણ ઉપસર્ગકર્તાને દુષ્ટ માન્યો છે ? પછી સંગમ હોય, શૂલપાણિ હોય, કટપૂતના વ્યંતરી હોય, ગોવાળિયો હોય કે x, y, z કોઈપણ હોય. તે તે કોઈપણ ઉપસર્ગકર્તાને દુષ્ટ નથી માન્યા., તો જ એના પ્રત્યેના દ્વેષ અને દુર્ભાવથી બિલકુલ બચી શક્યા છે. મારા કર્મો જ દુષ્ટ છે. મારા અપરાધની જ મને સજા થઈ રહી છે.X, X, કે Z તો જેલર છે. સમતાથી સહન કરીશ તો જ સજા નિર્મૂળ થશે.” આવા વિચારો સહનશક્તિને વધારે જ. અસહ્ય લાગતા આઘાતોને પણ જીવ પછી સમતાથી સહી શકે છે. ને પછી કુદરત સમતાપૂર્વક સહન કરવાના એના આ પરાક્રમને ભવ્ય ઈનામોથી બિરદાવ્યા વિના રહેતી નથી. ધોકા અને ક્ષારનો માર ખાનાર કપડાંને સ્વચ્છતા અને ઉજળાશનું ઈનામ મળે છે. અગ્નિમાં શેકાનાર સુવર્ણને શુદ્ધિ અને ચમકનું વરદાન મળે છે. તૂટી પડ્યા વિના ટાંકણાનો માર ખાનાર પથ્થર પરમાત્મા બનવાની અને વિશ્વપૂજ્ય બનવાની બક્ષિસ પામે છે. જે વાત જડ માટે છે એ જ વાત સમાન રીતે જીવને લાગુ પડે છે. આવી પડતી પીડાઓને સમતાથી સહી લેનારાને ઈનામ ન મળ્યું હોય ને ઉપરથી સજા થઈ હોય આવો એક પણ કિસ્સો અનંતકાળમાં પણ નોંધાયો નથી. ને એનાથી વિપરીત, પીડકને પ્રહાર કરનારો સજાપાત્ર ન બન્યો હોય એવો પણ એકપણ '૧૫ Jain Education International For Personal & Private Use Only ww[ જેલર)
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy