SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ને આનંદપ્રદ છે. જેને આ વાતમાં શ્રદ્ધા ન બેસે એણે, એકપુત્રને પરણાવીને સાસુ બની હોય ને બીજા પુત્રને સંયમમાર્ગે વાળી રત્નકુક્ષિ મા બની હોય આવી સંખ્યાબંધ સુશ્રાવિકાઓ આજે શ્રી સંઘમાં જે વિદ્યમાન છે, એ બધી સુશ્રાવિકાઓનો સર્વે કરવાની ભલામણ છે.) તમારી દીકરી ફરિયાદ કરી રહી છે. “મમ્મી! પપ્પા! હેરાન-હેરાન થઈ ગઈ છું. સવારથી સાંજ સુધી મજુરી કરાવે છે. કચરાં પોતાં કરો. રસોઈ કરો. વાસણ માંજો, કપડાં ધુઓ. ન ચેનથી ખાવા દે. ન ચેનથી પીવા દે. કે ન ચેનથી ઉંઘવા દે. ને વચ્ચે વચ્ચે કડવા વેણનાં એવા હંટર ફટકારે છે. પપ્પા! હું ખૂબ ત્રાસી ગઈ છું.’ હવે તમને એક પ્રશ્ન પૂછું છું. તમારી દીકરીને એની સાસુનો બહુ ત્રાસ છે. કારણકે (૧) પહેલો વિકલ્પ : તમારી દીકરીનાં કર્મો દુષ્ટ છે. (૨) બીજો વિકલ્પ : એની સાસુ દુષ્ટ છે. બોલો કયો વિકલ્પ ? પ્રથમ ! દીકરીનાં કર્મો દુષ્ટ છે.” “માત્ર મને જ કહેશો ? કે ઘરમાં તમારી દીકરીને પણ કહેશો ?” શું દીકરીને તમે કહેશો કે “બેટી ! તારી સાસુ દુષ્ટ નથી. તારા કર્મો દુષ્ટ છે.” આ જ જવાબ સાચો છે ને આ જ જવાબનું કુદરત ભવ્ય ઈનામ આપે છે. એક વાત આ પણ સમજવા જેવી છે કે કૌન બનેગા કરોડપતિ ? આ ગેમ શોમાં સાચા જવાબના ઈનામ હતા. પણ ખોટા જવાબની સજા નહોતી. જ્યારે કુદરતના આ ગેમ શોમાં સાચા જવાબનું ઈનામ જેમ ભવ્ય છે, એમ ખોટા જવાબની સજા પણ એવી જ ભયંકર છે. આ ઈનામ અને સજા.. આ બન્ને આપણી કલ્પનાથી બહારના હોય છે એ આગળ વિચારીશું. આ માત્ર દીકરીની જ વાત નથી. બધાને લાગુ પડતી વાત છે. કાંઈપણ સહન કરવાનું આવે એટલે આ વાત લાગુ પડી જાય છે. પડોશી આફતની બલા છે. ડગલે ને પગલે હેરાન કર્યા કરે છે. નાનો ભાઈ આપણી વિરોધમાં પડી ગયો છે. પડોશમાં, સમાજમાં અને બજારમાં બધે જ આપણાઅંગે કૈક સાચી – ખોટી વાતો કરી બધાને ઉશ્કેરી રહ્યો છે. ને એના કારણે આપણે ખૂબ વેઠવું પડે છે. જેઠાણી બહુ જ આળસુ – કામચોર છે. ને એના કારણે દેરાણીને સવારથી સાંજ સુધી રીતસર મજુરી જ કરવી પડે છે. પાછી જબરી એવી છે કે કાંઈપણ સારી વસ્તુ આવે તો એ જ પચાવી પાડે છે. વળી વાચાળ છે. એટલે સાસુ વગેરે સ્વજનો કે મહેમાનો પાસે દેરાણીની કાંઈ ને કાંઈ બદબોઈ કર્યા જ કરે છે. ને ૧૪ Jain Education International For Personal & Private Use Only www | જેલર
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy