SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમ પૈસાને પણ શું લાગુ ન પડે ? પાંચ પચ્ચીસ કરોડ કે એથી ય વધુ સંપત્તિ ભેગી કરનારા ઘણું ખરું અનેક નુકશાનોના ભોગ બનતા હોય છે. પણ એને જોવાની દૃષ્ટિ જોઈએ. સાવ નાના - પછાત ગામડામાં અતિકંગાલ દરિદ્રતામાં જેનું બચપણ વીતેલું એવો એક યુવાન ભાગ્ય અજમાવવા શહેરમાં આવ્યો. ને ખરેખર એનો સિતારો ચમકી ગયો. ક્રમશઃ કરોડોપતિ નહીં, અબજોપતિ બન્યો. એને એક પુત્ર. રાજમહેલ જેવો બંગલો. વચ્ચે જ સ્વીમિંગ પુલ. વિશાળ બગીચો. એની કાળજી કરનાર માળી. નાના-મોટા દરેક કામ માટેના નોકરો. રસોઈયા. દીકરા માટે ખાસ કૂતરો પણ પાળેલો. પાણી માગતા દૂધ મળે. ને બૂમ પાડે તો એક નહીં ચાર નોકરો હાજર થઈ જાય. આવી સાહ્યબીમાં ઉછરતો દીકરો ૧૪ - ૧૫ વર્ષનો થયો. બાપને વિચાર આવ્યો કે ગરીબાઈ પણ જીવનની એક બાજુ છે. મેં તો અનુભવેલી છે. દીકરાને પણ એનો અનુભવ તો જોઈએ જ. એટલે એને કોઈક ગરીબ ઘરમાં એક સપ્તાહ રાખવો જોઈએ. મોજશોખની વસ્તુઓ તો નહીં જ, સગવડ-સુવિધાઓ પણ નહીં. ને આવશ્યક વસ્તુઓમાં પણ કેટલીય ઉણપ. જીવન એ કેવો સંઘર્ષ છે? એ, તો જ એને ખબર પડશે. પોતાના જ ગામમાં એક પરિચિત ગરીબ પરિવારને ત્યાં મૂકી આવ્યા. જંગલના છેવાડે રહેલું ને નદીકાંઠે વસેલું આ એક સાવ નાનું ગામ હતું. સંદેશવ્યવહારના કોઈ સાધન પણ નહીં. અઠવાડિયા પછી લેવા ગયા. “દીકરા તને ફાવ્યું ?' પિતાજી એ પૂછ્યું. ડેડી ! આ લોકોની અને આપણી જીવન જીવવાની પધ્ધતિમાં આસમાન - જમીનનો ફેર છે. આપણા ઘરે તો નાનકડો સ્વીમિંગ પુલ અને તેમાં ક્લોરિનવાળું ગંધાતું પાણી. વાસી પાણી. મારી તો રોજ આંખો બળે છે. અહીં તો ઝુંપડીની પાછળ જ નદી. સદા વહેતું પાણી, રોજ જીંવત ને બિલકુલ ફ્રેશ. પપ્પા ! મને તો નહાવાની ખૂબ મજા પડી ગઈ. વળી, મારે તો એક જ કૂતરો છે. અહીં તો ચાર કૂતરાં મારા મિત્ર બની ગયા છે. ને પાછું એમને નવડાવવાની કે ફેરવવાની કોઈ જ લપ આપણા માથે નહીં. તે ઉપરાંત બે પોપટ, કાગડા, અને સસલાં. બધાની સાથે ગમ્મત કરવાની કેવી મજા આવી ! વળી, આપણે ત્યાં પપ્પા ! રોજ રાત્રે બારી બંધ કરી એ.સી. ચાલુ કરવાનો. અહીં તો અમે બધા ખુલ્લામાં જ સૂતા. ચાંદનીનો પ્રકાશ. મીઠો મંદ પવન ને તારાની ચાદર.. એવી સરસ ઉંઘ આવી જતી. અને પપ્પા મજાની Jain Education International For Personal & Private Use Only જેલર moradig www.
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy