SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ વાત એ કે અહીં તો આખો પરિવાર સાથે જ સૂતો. બધાને એકબીજાની શીળી હૂંફ આપણે ત્યાં તો મારી રૂમ જુદી, બહેનની રૂમ જુદી, ને તમારી રૂમ જુદી. કોણ ક્યારે આવે છે ને ક્યારે જાય છે ? ક્યારે ઉંધે છે ને ક્યારે જાગે છે? શું કરે છે ને શું નથી કરતો ? કશું જાણવાની અન્યને જરૂર જ નહીં. જાણે કે કશો સંબંધ જ નથી. અહીં તો એક દિવસ રાત્રે આ કઝીનને અચાનક તાવ આવી ગયો. શરીર તો જે ધખે. બધા જ ફટાફટ ઊઠી ગયા. બધા જ ઊઠી ગયા તો મારી પણ ઉંઘ ઊડી ગઈ. પણ એ ઊડી ગઈ તો ફેમિલી લાઈફ શું છે એ મને અનુભવવા મળ્યું. એક જણ પગ દાબે, એક જણ માથું ને આન્ટી ઠંડું પાણી લઈને પોતાં મૂકવા લાગ્યા. ના, આ બધી સેવાથી નહીં, પણ દરેક સેવામાં નર્યો પ્રેમ ને નકરી સહાનુભૂતિ જે ટપકતાં હતા, એનાથી જ એકાદ કલાકમાં જ તાવ ઉતરી ગયો. ને સવારે તો એ બિલકુલ ફ્રેશ થઈ ગયેલો. પપ્પા એક દિવસ ક્લાસમાં ટીચરે અમને પ્રશ્ન પૂછેલો : Which is the best therapy of healing ? sli sei : Allopathy. 34-44 Calella sei : Homeopathy. કોકે Naturopathy પણ કીધું. પણ ટીચરે બધા જવાબોને નકારીને કહ્યું હતું sympathy. ટીચરના આ જવાબનો મને પપ્પા ! અહીં સાક્ષાત્કાર થયો. અને ડેડી! એક મહત્ત્વની વાત તો કહેવાની ભૂલી જ ગયો. રાત્રે સૂતાં પહેલાં આખો પરિવાર રોજ ભેગો બેસે. દિવસના થયેલા પોતપોતાના અનુભવોની અલક-મલકની વાતો. એમાં એટલો બધો સ્નેહ ને પરસ્પરનો વિશ્વાસ છલકતો દેખાય. આપણે આખો પરિવાર આ રીતે ભેગાં ક્યારેય અડધો કલાક, કલાક બેઠા છીએ ? હા, ક્યારેક બધાની પસંદગીની સીરિયલ હોય તો ટી.વી. સામે બધા જ બેસેલાં હોય. પણ એમાંય કરુણતા એ કે આખો પરિવાર ભેગો હોવા છતાં કોઈ કોઈની સાથે કશું બોલે નહીં. કશું બોલવા - સાંભળવાનો ઉમળકો જ નહીં. હા, સીરિયલના પાત્રોની વાત સાંભળવાની. ને એમના સુખદુ:ખે સુખી દુઃખી પણ થવાનું જાણે કે એ જ આપણા સ્વજન ! [જો કે હવે તો આ રીતે પણ ભેગા બેસવાનું રહ્યું નહીં. બધાના રૂમમાં પોતપોતાના ટી.વી. અલગ. માણસ જો મુક્તમને વિચાર કરે તો ઘણી અપેક્ષાએ એવું જરૂર લાગશે કે ખૂબ વધારે પડતો પૈસો આશીર્વાદ નહીં, અભિશાપરૂપ બની જાય છે. 12 Jain Education International For Personal & Private Use Only elibrary.org
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy