________________
એક બાજુ દુકાને જવાનો સમય થયો હોય ને બીજી બાજુ ટી.વી. પર આઈ.પી.એલની મેચ જીવંત પ્રસારણ થતી હોય. તમને થયું. બે ઓવર જોઈને દુકાને ચાલ્યો જાઉં. બે ઓવરમાં ઊભા થઈ જાઓ ને ?
ના. એ તો બે ની બાર થાય. બારની વીસ થાય ને પછી સામી ટીમની પણ ૨૦. આખી મેચ પૂરી થાય.”
કમ સે કમ આના પરથી આપણે એટલું તો સમજવું જ જોઈએ કે ઈન્દ્રિયો જીવને ગુલામ બનાવનાર છે. ઇન્દ્રિયો જાણે કે જીવને કહે છે “તેં ભલે ધાર્યું છે કે બે ઓવરમાં ઊભો થઈ જઈશ. પણ તું તારી ઇચ્છા મુજબ કરવા સ્વતંત્ર ક્યાં છે? જ્યાં સુધી હું તને સંમતિ નહીં આપું ત્યાં સુધી તું ઊભો થઈ શકશે નહીં.”
પેલા શવ્યાપાલકને પણ આવું જ થયું. હજુ પાંચ મિનીટ વધુ સાંભળી લઉં. હજુ પાંચ મિનીટ. હજુ પાંચ મિનીટ.. ને એમાં રાજાની ઉંઘ ઊડી ગઈ.
એક આડ પ્રશ્ન : સંગીતથી ઉંઘ આવે કે જાય ? “આવે...' તો રાજા જાગી કેમ ગયો ? જય”
તો ઉંઘવા માટે સંગીતકારોને કેમ બોલાવેલા ? વાસ્તવિકતા એ છે કે સંગીતથી ઉંઘ આવે પણ ખરી. ને જાય પણ ખરી. જેટલું જરૂરી હોય એટલા સંગીતથી ઉંઘ આવે. ને એનાથી વધી જાય તો ઉંઘ ઊડી જાય. આ વાત દરેક બાબતને લાગુ પડે છે. જે વસ્તુ જેટલી આવશ્યક હોય એટલી જ હોય ત્યાં સુધી લાભકર્તા, ને એનાથી વધે તો નુકશાનકર્તા. જેમ કે તમે રોજ છ રોટલી ખાઓ છો. ને જન્મ દિવસ આવ્યો. “આજે તો હું બાર રોટલી ખાઈશ.” તો લાભ કે નુકશાન ? “નુકશાન”
તમારે નવા જોડાં બનાવવા છે. મોચીએ પગનું માપ લીધું. “શેઠજી ! નવ ઇચ.' * “ભાઈ ! નવ શું ? દસ ઈચના જ બનાવ.'
તો સુવિધા કે અસુવિધા ? એટલે આ નિયમ બરાબર ને કે જે વસ્તુ જેટલી જરૂરી હોય ત્યાં સુધી જ લાભકર્તા. એનાથી વધી જાય તો નુકશાનકર્તા. હવે એક પ્રશ્ન.. ' ધારોકે તમારો મહિને ખર્ચ પંદર હજાર રૂપિયા છે. પણ તમે કમાઓ છો એક લાખને પંદર હજર. તો લાભ કે નુકશાન ? અતિ સર્વત્ર વર્જયેતું. આ
Jain Education International
For Personal & Private Use Only
[ જેલર ]rary.org