________________
હોય તો કેદી પાસે એક જ ઉપાય છે, શાંતિથી માર ખાઈ લેવો.
આ કર્મસત્તાની કોર્ટે કરેલી સજાને પણ ઘટાડવાનો એક જ ઉપાય છે. ને એ છે શાંતિથી સહન કરી લેવું.
પ્રશ્ન : પણ, અમારામાં એકની સામે બે ગાળ આપવાની તાકાત હોય તો અમે શામાટે સહન કરીએ?
ઉત્તર : એમ તો ક્યારેક જેલર કરતાં પણ કેદી ઘણો બળવાન, પહેલવાન હોય શકે છે. છતાં જો એણે સજા ઘટાડવી હોય તો શાંતિથી સહન કરવી જ પડે છે ને? હું તમને પૂછું “પ્રભુ મહાવીરની શક્તિ વધારે હતી કે કે કાનમાં ખીલા ઠોકનાર ગોવાળિયાની?”
પ્રભુ મહાવીરની.'
તો પછી પ્રભુએ શા માટે એને કાનમાં ખીલા મારવા દીધા ? “અલ્યા! અહીં આવ, તારે ખીલા ઠોકવા છે?' આટલું કહીને એની કાનની બુટ દબાવી હોત તો એ ગોવાળિયો રાડ પાડીને ભાગી જાત. પ્રભુએ આવો કોઈ પ્રહાર ન કર્યો, પ્રતિકાર પણ ન કર્યો, કે ત્યાંથી પલાયન પણ ન કર્યું. ને શાંતિથી ખીલા ઠોકવાની ભયંકર પીડા વેઠી લીધી. શા માટે? કારણકે પ્રભુ જાણતા હતા કે આ તો માત્ર જેલર! મારા જ અપરાધની કર્મસત્તાએ કરેલી સજાનો અમલ કરનારો! પ્રહાર વગેરે કરીને મારે કાંઈ સજા વધારવાની નથી.
પ્રભુનો અપરાધ કયો હતો? એ તો ખબર છે ને?
અઢારમાં ભાવમાં પ્રભુનો આત્મા ત્રણ ખંડના સમ્રાટ ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો. રાત્રે ઉંઘ નથી આવતી. સંગીતકારોને બોલાવ્યા. “ધીમું ધીમું મધુર સંગીત વગાડો. હું સૂઈ જાઉં.’ પણ રાજા સમજે છે કે આ તો સંગીતકારો! એકવાર સંગીતમાં તલ્લીન બની ગયા પછી એમને ખબર રહેવાની નથી કે રાજા સૂઈ ગયો છે કે નહીં ? માટે એનું ધ્યાન રાખવાની ફરજ શવ્યાપાલકને સોંપી. ‘તું ધ્યાન રાખજે, મને ઉંઘ આવી જાય એટલે આ લોકોને રવાના કરજે.” સંગીત ચાલુ થયું. થોડીવારમાં રાજા સૂઈ ગયો. શવ્યાપાલકને ખ્યાલ આવી ગયો છે કે રાજા સૂઈ ગયો છે. પણ અત્યંત કર્ણપ્રિય સંગીત સાંભળવાનો લોભ જાગ્યો. એક પાંચ મિનીટ હજુ સાંભળી લઉં. પછી રવાના કરું. રાજા હમણાં જ સૂતા છે તે થોડા પાંચ મિનીટમાં જાગી જવાના છે ? સંગીત ચાલુ રહ્યું. શવ્યાપાલક પાંચ મિનીટમાં ધરાઈ જાય ?
ભાણે આવ્યું તે જમવું ને ભાગ્યે આવ્યું તે વેઠવું
Jain Education International
For Personal & Private Use Only
WWW.jahemલર