________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ કરો. અને તે દ્વારા પરમાત્મચિન્તનના સાચા પાત્ર બનો. આ ઉદારતાની મૂર્તિસ્વરૂપ મતભેદસહિષ્ણુતાના આદેશ દ્વારા પતંજલિએ બધા ઉપાસકોને યોગમાર્ગમાં સ્થાન આપ્યું અને એવું કરીને ધર્મના નામે થતા કલહને કમ કરવાનો સાચો માર્ગ તેમણે લોકોને બતાવ્યો. તેમની આ દષ્ટિવિશાળતાની અસર અન્ય ગુણગ્રાહી આચાર્યો પર પણ પડી અને તેઓ તે મતભેદસહિષ્ણુતાના તત્ત્વનો મર્મ સમજી ગયા. १. पुष्पैश्च बलिना चैव वस्त्रैः स्तोत्रैश्च शोभनैः । देवानां पूजनं ज्ञेयं शौचश्रद्धासमन्वितम्।।
अविशेषेण सर्वेषामधिमुक्तिवशेन वा । गृहिणां माननीया यत्सर्वे देवा महात्मनाम् ।। सर्वान् देवान् नमस्यन्ति नैकं देवं समाश्रिताः । जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ॥ चारिसंजीवनीचारन्याय एष सतां मतः । नान्यथाढेष्टसिद्धिः स्याद् विशेषेणादिकर्मणाम् ।। गुणाधिक्यपरिज्ञानाद् विशेषेऽप्येतदिष्यते । ગદ્વેષેણ તણાં વૃધ તથાભ : // યોગબિન્દુ, શ્લોક ૧૬-૨૦
જે વિશેષદર્શી હોય છે તેઓ તો કોઈક પ્રતીકવિશેષ યા ઉપાસનાવિશેષને સ્વીકારવા છતાં પણ અન્ય પ્રકારનું પ્રતીક માનનારાઓનો કે અન્ય પ્રકારની ઉપાસના કરનારાઓનો દ્વેષ કરતા નથી પરંતુ જે ધર્માભિમાની પ્રથમાધિકારી હોય છે તેઓ પ્રતીકભેદ યા ઉપાસનાભેદના વ્યામોહથી જ અંદરોઅંદર લડી કરે છે. આ અનિષ્ટ તત્ત્વને દૂર કરવા માટે શ્રીમાનું હરિભદ્રસૂરિએ ઉક્ત પદ્યોમાં પ્રથમાધિકારી માટે બધા દેવોની ઉપાસનાને લાભદાયક દર્શાવવાનો ઉદાર પ્રયત્ન કર્યો છે. આ પ્રયત્નનું અનુકરણ શ્રી યશોવિજયજીએ પણ પોતાની પૂર્વસેવાાત્રિશિકા’ ‘આઠ દૃષ્ટિઓની સઝાય' આદિ ગ્રન્થોમાં કર્યું છે. એ કઈ શીયસંપ્રદાયાભિનિવેશી લોકોને સમજાવવા માટે ‘ચારિસંજીવનીચાર' ન્યાયનો ઉપયોગ ઉક્ત બન્ને આચાર્યોએ કર્યો છે. આ ન્યાય ઘણો મનોરંજક અને શિક્ષાપ્રદ છે.
આ સમભાવસૂચક દાન્તનો ઉપનય શ્રીજ્ઞાનવિમલે આઠ દૃષ્ટિની સજ્ઝાય ઉપર લખેલા પોતાના ગૂજરતી ટબામાં બહુ સારી રીતે ઘટાવ્યો છે. જે જોવા યોગ્ય છે. તેનો ભાવ સંક્ષેપમાં આ મુજબ છે. કોઈ સ્ત્રીએ પોતાની સખીને કહ્યું કે મારો પતિ મને અધીન ન હોવાથી મને ઘણું દુઃખ છે, આ સાંભળીને તે આગન્તુક સખીએ કોઈ જડીબુટ્ટી ખવડાવીને તે પુરુષને બળદ બનાવી દીધો, અને તે પોતાના સ્થાને જતી રહી. પતિ બળદ બની જવાથી તેની પત્ની દુઃખી થઈ ગઈ, પરંતુ પાછો તેને પુરુષ બનાવવાનો ઉપાય ન જાણવાના કારણે તે બળદરૂપ પતિ ચરાવ્યા કરતી હતી અને તેની સેવા કર્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org