________________
૬૧
યોગવિદ્યા
વૈશેષિક, નિયાયિક આદિની ઈશ્વરવિષયક માન્યતાનો તથા જનસાધારણની ઈશ્વરવિષયક શ્રદ્ધાનો યોગમાર્ગમાં ઉપયોગ કરીને જ પતંજલિ ચૂપ ન રહ્યા, પરંતુ તેમણે વૈદિકેતર દર્શનોના સિદ્ધાન્ત તથા પ્રક્રિયા જે યોગમાર્ગ માટે સર્વથા ઉપયોગી જણાયાં તેમનો પણ પોતાના યોગશાસ્ત્રમાં સંગ્રહ કર્યો. જો કે બૌદ્ધ વિદ્વાન નાગાર્જુને વિજ્ઞાનવાદને તથા આત્મપરિણામિત્વવાદને યુક્તિહીન સમજીને યા યોગમાર્ગમાં અનુપયોગી સમજીને તેમનું નિરસન ચોથા પાદમાં કર્યું છે, તેમ છતાં તેમણે ભગવાન બુદ્ધનાં પરમપ્રિય ચાર આર્યસત્યોનો સ્વીકાર હેય, હે હેતુ, હાન અને હાનોપાય રૂપે નિઃસંકોચપણે પોતાના યોગશાસ્ત્રમાં કર્યો છે.
જૈન દર્શનની સાથે યોગશાસ્ત્રનું સાદૃશ્ય તો બીજાં બધાં દર્શનોની અપેક્ષાએ અધિક જોવામાં આવે છે, આ વસ્તુ સ્પષ્ટ હોવા છતાં પણ ઘણાને જાણ જ નથી, આનો અર્થ એ કે જૈન દર્શનના ખાસ અભ્યાસી એવા બહુ ઓછા છે જે ઉદારતાપૂર્વક યોગશાસ્ત્રનું અવલોકન કરતા હોય અને યોગશાસ્ત્રના ખાસ અભ્યાસી પણ એવા બહુ ઓછા છે જેમણે જૈન દર્શનનું બારીકીથી ઠીક ઠીક અવલોકન કર્યું હોય. તેથી આ વિષયનો વિશેષ ખુલાસો કરવો અહીં અપ્રાસંગિક નહિ ગણાય. (ચાલુ) કરતી હતી. એક વખત અચાનક એક વિદ્યાધરના મુખે એવું સાંભળ્યું કે જો
બળદરૂપ પુરુષને સંજીવની નામની જડીબુટ્ટી ચરાવવામાં આવે તો તે પાછો પોતાનું અસલ રૂપ ધારણ કરી શકે. વિદ્યાધર પાસેથી એ પણ સાંભળ્યું કે અમુક વૃક્ષની નીચે તે જડીબુટ્ટી છે પરંતુ તે વૃક્ષની નીચે અનેક પ્રકારની વનસ્પતિ હોવાના કારણે તે સ્ત્રી સંજીવનીને ઓળખવામાં અસમર્થ હતી. તેથી તે દુઃખી સ્ત્રીએ પોતાના બળદરૂપધારી પતિને બધી વનસ્પતિઓ ચરાવી. પરિણામે સંજીવનીને પણ તે બળદ ચરી ગયો અને બળદનું રૂપ છોડીને પાછો મનુષ્ય બની ગયો. જેમ વિશેષ પરીક્ષા ન હોવાના કારણે તે સ્ત્રીએ બધી વનસ્પતિઓની સાથે સંજીવની ખવડાવીને પોતાના પતિનું કૃત્રિમ બળદરૂપ છોડાવ્યું અને અસલ મનુષ્યરૂપ પ્રાપ્ત કરાવ્યું તેવી જ રીતે વિશેષ પરીક્ષા કરવાની શક્તિથી વિકલ પ્રથમાધિકારી પણ બધા દેવોની સમભાવે ઉપાસના
કરતાં કરતાં યોગમાર્ગમાં વિકાસ સાધીને ઇષ્ટલાભ કરી શકે છે. ૧. જુઓ સૂત્ર ૧૫ અને ૧૮ ૨. દુઃખ, સમુદય, નિરોધ અને માર્ગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org