________________
પ૯
યોગવિદ્યા મહર્ષિ પતંજલિની દૃષ્ટિવિશાલતા
એ તો પહેલાં કહી ગયા છીએ કે સાંખ્ય સિદ્ધાન્ત અને તેની પ્રક્રિયાને લઈને પતંજલિએ પોતાનું યોગશાસ્ત્ર રચ્યું છે, તેમ છતાં તેમાં એક એવી વિશેષતા અર્થાત દષ્ટિવિશાલતા જણાય છે જે અન્ય દાર્શનિક વિદ્વાનોમાં બહુ ઓછી જોવા મળે છે. આ વિશેષતાના કારણે તેમનું યોગશાસ્ત્ર જાણે કે સર્વદર્શનસમન્વયરૂપ બની ગયું છે. ઉદાહરણાર્થ, સાંખ્યનો નિરીશ્વરવાદ જ્યારે વૈશેષિક, નૈયાયિક આદિ દર્શનો દ્વારા સારી રીતે નિરસ્ત થઈ ગયો અને સાધારણજનસ્વભાવનો ઝુકાવ પણ ઈશ્વરો પાસના તરફ વિશેષ જણાયો ત્યારે અધિકારભેદ તથા રુચિવિચિત્રતાનો વિચાર કરીને પતંજલિએ પોતાના યોગમાર્ગમાં ઈશ્વરોપાસનાને પણ સ્થાન આપ્યું અને ઈશ્વરના સ્વરૂપનું તેમણે નિષ્પક્ષભાવે એવું નિરૂપણ કર્યું છે કે જે બધાને માન્ય થઈ શકે ?
પતંજલિએ વિચાર્યું કે ઉપાસના કરનાર બધા લોકોનું સાધ્ય એક જ છે, તેમ છતાં ઉપાસનાની ભિન્નતા અને ઉપાસનામાં ઉપયોગી થનાર પ્રતીકોની ભિન્નતાના વ્યામોહમાં અજ્ઞાનવશ તેઓ અંદરોઅંદર લડી મરે છે, અને આ ધાર્મિક કલહમાં પોતાના સાધ્યને લોકો ભૂલી જાય છે. લોકોને આ અજ્ઞાનથી દૂર કરી સત્પથ ઉપર લાવવા માટે તેમણે કહી દીધું કે તમારું મન જેમાં લાગે તેનું ધ્યાન કરો. જે પ્રતીક તમને પસંદ પડે તે પ્રતીકની ઉપાસના કરો, પરંતુ ગમે તે રીતે તમારું પોતાનું મન એકાગ્ર અને સ્થિર ૧. થરપ્રાધાના | યોગસૂત્ર, ૧.૩૩
क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेषः ईश्वरः । तत्र निरतिशयं सर्वज्ञबीजम् ।
પૂર્વપાપ પુર: કાન્સેનાનવજેતાત્ | યોગસૂત્ર, ૧.૨૪-૬ ૩. યથાડમમતાનાદા | યોગસૂત્ર, ૧.૩૯
આ જ ભાવની સૂચક ઉક્તિ મહાભારતમાં છે, તે નીચે આપી છે – ध्यानमुत्पादयत्यत्र संहिताबलसंश्रयात् । વથમમતમા પ્રખવાદ નોતુ કૃતી I શાન્તિપર્વ પ્ર.૧૯૪, શ્લોક ૨૦ અને યોગવાસિષ્ઠમાં કહ્યું છે કે – यथाभिवाञ्छितध्यानाच्चिरमेकतयोदितात् । #dધનાસાત્ પ્રશ્યો નિર્ણૉ ઉપશમપ્રકરણ સર્ગ ૭૯ શ્લોક ૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org