________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ
માનતું, અને બૌદ્ધ દર્શનની જેમ તેને ક્ષણિક - અનિત્ય પણ નથી માનતું, પરંતુ સાંખ્ય આદિ ઉક્ત બાકીનાં દર્શનોની જેમ તે તેને કૂટસ્થનિત્ય માને છે. ૨
(૨) ઈશ્વર અંગે યોગશાસ્ત્રનો મત સાંખ્ય દર્શનથી ભિન્ન છે. સાંખ્ય દર્શન અનેક ચેતનો ઉપરાંત ઈશ્વરને માનતું નથી, પરંતુ યોગશાસ્ત્ર માને છે. યોગશાસ્ત્રસમ્મત ઈશ્વરનું સ્વરૂપ નૈયાયિક, વૈશેષિક આદિ દર્શનોમાં મનાયેલા ઈશ્વરના સ્વરૂપથી કંઈક ભિન્ન છે. યોગશાત્રે ઈશ્વરને એક અલગ વ્યક્તિ તથા શાસ્ત્રોપદેશક માનેલ છે એ વાત સાચી, પરંતુ તેણે તૈયાયિક વગેરેની જેમ ઈશ્વરમાં નિત્ય જ્ઞાન, નિત્ય ઇચ્છા અને નિત્ય કૃતિનો સંબંધ ન માનીને તેના સ્થાને સત્ત્વગુણનો પરમપ્રકર્ષ માનીને તે દ્વારા જગતઉદ્ધાર આદિની બધી વ્યવસ્થા ઘટાવી છે. '
(૩) યોગશાસ્ત્ર દશ્ય જગતને ન તો જૈન, વૈશેષિક, નૈયાયિક દર્શનોની જેમ પરમાણુનો પરિણામ માને છે, ન તો શાંકરવેદાન્ત દર્શનની જેમ બ્રહ્મનો વિવર્ત યા બ્રહ્મનો પરિણામ માને છે, ન તો બોદ્ધ દર્શનની જેમ શૂન્યરૂપ યા વિજ્ઞાનરૂપ માને છે, પરંતુ સાંખ્ય દર્શનની જેમ જગતને પ્રકૃતિના પરિણામસ્વરૂપ તથા અનાદિઅનંતપ્રવાહ સ્વરૂપ માને છે.
(૪) યોગશાસ્ત્રમાં વાસના, ક્લેશ અને કર્મનું નામ જ સંસાર છે તથા વાસના આદિનો અભાવ અર્થાત્ ચેતનના સ્વરૂપાવસ્થાનનું નામ જ મોક્ષમ છે. તેમાં સંસારનું મૂળ કારણ અવિદ્યા મનાયેલ છે અને મોક્ષનો મુખ્ય હેતુ સમ્યગ્દર્શન અર્થાત્ યોગજન્ય વિવેકખ્યાતિ મનાયેલ છે. ૧. જુઓ સાંખ્યકારિકા ૬૩, સાંખ્યતત્ત્વકૌમુદી સહિત. જુઓ ન્યાયસૂત્ર,
૪.૧.૧૦, જુઓ બ્રહ્મસૂત્ર ૨.૧.૧૪ અને ૨.૧.૨૭ શાંકરભાષ્ય સહિત ૨. જુઓ યોગસૂત્ર “સા જ્ઞાતાશ્ચિત્તવૃત્તયસ્તત્વમો: પુરુષી પરિણામિત્વ' ૪.૧૮
વિતરપ્રતિસંક્રમીયસ્તતારપત્ત વૃદ્ધિસંવેદ્રનમ્ | ૪.૨૨. તથા ‘દર્ય વેર્યું नित्यता - कूटस्थनित्यता परिणामिनित्यता च । तत्र कूटस्थनित्यता पुरुषस्य,
પરિમિનિત્યતા TUTનીમ્ ઇત્યાદિ, ભાષ્ય, ૪.૩૩ ૩. જુઓ સાંખ્યસૂત્ર, ૧.૯૨ ઇત્યાદિ ૪. જો કે આ વ્યવસ્થા મૂળ યોગસૂત્રમાં નથી પરંતુ ભાષ્યકાર તથા ટીકાકારે તેનું
ઉપપાદન કર્યું છે. જુઓ પાતંજલલ્યોગસૂત્ર ૧.૨૪ ભાષ્ય તથા ટીકા ૫. તવા : રૂપાવસ્થાનમ્ | યોગસૂત્ર, ૧.૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org