________________
૫૪
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ મહર્ષિ પતંજલિકૃત યોગશાસ્ત્રનું આસન ઊંચું છે. તેનાં ત્રણ કારણો છે – (૧) ગ્રન્થની સંક્ષિપ્તતા અને સરળતા, (૨) વિષયની સ્પષ્ટતા તથા પૂર્ણતા અને (૩) મધ્યસ્થભાવ તથા અનુભવસિદ્ધતા. આ જ કારણે યોગદર્શન નામ સાંભળતાં જ એકાએક પાતંજલ યોગસૂત્રનું સ્મરણ થઈ જાય છે. શ્રીશંકરાચાર્યે પોતાના બ્રહ્મસૂત્રભાષ્યમાં યોગદર્શનનો પ્રતિવાદ કરતાં જે ‘મથ સ ર્ણનામ્યુપાયો :' એવો ઉલ્લેખ કર્યો છે , તેનાથી એ વાતમાં કોઈ સંદેહ રહેતો નથી કે તેમની આગળ પાતંજલ યોગશાસ્ત્રથી. ભિન્ન બીજું કોઈ યોગશાસ્ત્ર રહ્યું છે કેમકે પાતંજલ યોગશાસ્ત્રનો આરંભ
થિ યો IIનુશાસનમ' આ સૂત્રથી થાય છે, અને ઉક્ત ભાષ્યોલિખિત વાક્યમાં પણ ગ્રન્થારંભસૂચક “અથ” શબ્દ છે, યદ્યપિ ઉક્ત ભાષ્યમાં અન્યત્ર બીજા પણ યોગ સંબંધી બે ઉલ્લેખો છે, જેમાંથી એક તો પાતંજલ યોગશાસ્ત્રનું સંપૂર્ણ સૂત્ર જ છે અને બીજો તેનું અવિકલ સૂત્ર નથી પણ તેના સૂત્રને મળતું આવે છે. તેમ છતાં ‘૩થ સાર્શનાર્તુપાયો યોn:' આ ઉલ્લેખની શબ્દરચના અને સ્વતંત્રતાની તરફ ધ્યાન દેવાથી એ જ કહેવું પડે છે કે પાછલા બે ઉલ્લેખો પણ તે જ ભિન્ન યોગશાસ્ત્રના હોવા જોઈએ જે યોગશાસ્ત્રનો અંશ “થ સીર્શિનાયુપાયો યો :' આ વાક્ય મનાય. અસ્તુ, જે હો તે, આજ આપણી આગળ તો પતંજલિનું જ યોગશાસ્ત્ર ઉપસ્થિત છે અને તે સર્વપ્રિય છે. તેથી બહુ સંક્ષેપમાં પણ તેનો બાહ્ય અને આન્તરિક પરિચય કરાવવો અનુપયુક્ત નહિ ગણાય.
આ યોગશાસ્ત્રના ચાર પાદ છે અને તેમાં કુલ ૧૯૫ સૂત્રો છે. પહેલા પાદનું નામ સમાધિ છે, બીજાનું સાધન છે, ત્રીજાનું વિભૂતિ છે અને
૧. બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય ૨.૧.૩ ૨. સ્વાધ્યાયાદિષ્ટદેવતાસંપ્રયો: | બ્રહ્મસૂત્રશાં.ભા.૧.૩.૩૩, યોગરાત્રપ્રસિદ્ધ
मनसः पञ्च वृत्तयः परिगृह्यन्ते, 'प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः नाम' । બ્રહ્મસૂત્રશાં. ભા. ૨.૪.૧૨. પંડિત વાસુદેવ શાસ્ત્રી અત્યંકરે પોતાના બ્રહ્મસૂત્રના મરાઠી અનુવાદના પરિશિષ્ટમાં ઉક્ત બે ઉલ્લેખોનો યોગસૂત્રરૂપે નિર્દેશ કર્યો છે, પરંતુ “ઉથ સર્જનાડુયો યો :' આ ઉલ્લેખ અંગે ક્યાંય ઊહાપોહ કર્યો નથી. ૩. સરખાવો પાદ ર સૂત્ર ૪ ૪. સરખાવો પાદ ૧ સૂત્ર ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org