________________
યોગવિદ્યા
પરિચય કરાવ્યો, પરંતુ તેના વિશેષ પરિચય માટે જુઓ કેટલોગસ કેટલોગરવોલ્યુમ ૧ પૃષ્ઠ ૪૭૭ થી ૪૮૧ જેમાં યોગવિષયક ગ્રન્થોની નામાવલિ છે.
અહીં એક વાત ખાસ ધ્યાન જેવી છે, તે એ કે યદ્યપિ વૈદિક સાહિત્યમાં અનેક સ્થાને હઠયોગની પ્રથાને અગ્રાહ્ય કહી છે તથાપિ તેમાં હઠયોગની પ્રધાનતાવાળા અનેક ગ્રન્થોનું અને ભાગોનું નિર્માણ થયું છે. તેનાથી ઊલટું જૈન અને બૌદ્ધ સાહિત્યમાં હઠયોગે સ્થાન પ્રાપ્ત કર્યું નથી, એટલું જ નહિ પણ તેમાં હઠયોગનો સ્પષ્ટ નિષેધ પણ કરવામાં આવ્યો છે. યોગશાસ્ત્ર
ઉપરના વર્ણન દ્વારા એ જાણમાં આવી જ ગયું કે યોગપ્રક્રિયાનું વર્ણન કરનારા નાનામોટા અનેક ગ્રન્થ છે. આ બધા ઉપલબ્ધ ગ્રંથોમાં ૧. થિયોડોર આઉફટકૃત, લિઝિગથી પ્રકાશિત, ૧૮૯૧ની આવૃત્તિ. ૨. ઉદાહરણાર્થ -
सतीषु युक्तिष्वेतासु हठान्नियमयन्ति ये। चेतस्ते दीपमुत्सृज्य विनिघ्नन्ति तमोऽञ्जनैः ।। ३७ ।। विमूढाः कर्तुमुधुक्ता ये हठाच्चेतसो जयम् । ते निबध्नन्ति नागेन्द्रमुन्मत्तं बिसतन्तुभिः ॥ ३८ ॥ चित्तं चित्तस्य वाऽदूरं संस्थितं स्वशरीरकम् ।। साधयन्ति समुत्सृज्य युक्तिं ये तान् हतान् विदुः ॥ ३९ ।।
યોગવાસિષ્ઠ – ઉપશમ પ્ર. સર્ગ ૯૨ ૩. તેના ઉદાહરણમાં બૌદ્ધ ધર્મમાં બુદ્ધ ભગવાને તો પ્રારંભમાં કષ્ટપ્રધાન
તપસ્યાનો આરંભ કરીને છેવટે મધ્યમપ્રતિપદા માર્ગનો સ્વીકાર કર્યો છે. જુઓ બુદ્ધલીલાસારસંગ્રહ જૈનશાસ્ત્રમાં શ્રી ભદ્રબાહસ્વામીએ આવશ્યકનિયુક્તિમાં “સાd fકંપ ૧૫૨૦ ઇત્યાદિ ઉક્તિથી હઠ્યોગનું નિરાકરણ કર્યું છે. શ્રી હેમચન્દ્રાચાર્ય પણ પોતાના યોગશાસ્ત્રમાં “તત્રીનોતિ મન:સ્વાથ્ય પ્રાણાયા: થતમૂ | પ્રાણાયમને પીડા તસ્યાં સ્થાત્ વિવર્ણવ: I' ઇત્યાદિ ઉક્તિથી એ જ વાત કહી છે. શ્રી યશોવિજયજીએ પણ પાતંજલયોગસૂત્રની પોતાની વૃત્તિમાં (૧.૩૪) પ્રાણાયામને યોગનું અનિશ્ચિત સાધન કહીને હઠયોગનું જ નિરસન કર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org