________________
પ૨.
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ અને યોગપ્રદીપ આ બે હસ્તલિખિત ગ્રન્થ પણ અમારા જોવામાં આવ્યા છે, તે પદ્યબદ્ધ છે અને પ્રમાણમાં લઘુ છે. તે ઉપરાંત શ્વેતામ્બર સંપ્રદાયના યોગવિષયક ગ્રન્થોનો કંઈક વિશેષ પરિચય “જૈન ગ્રન્થાવલિ' પૃ.૧૦૯માંથી પણ મળી શકે છે. બસ અહીં જૈન યોગસાહિત્યની વાત સમાપ્ત થઈ જાય છે.
બૌદ્ધ સંપ્રદાય પણ જૈન સંપ્રદાયની જેમ નિવૃત્તિપ્રધાન છે. ભગવાન ગૌતમ બુદ્ધ બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું તે પહેલાં છ વર્ષ સુધી મુખ્યપણે ધ્યાન દ્વારા યોગાભ્યાસ જ કર્યો. તેમના હજારો શિષ્યો પણ તે માર્ગે ચાલ્યા. મૌલિક બૌદ્ધ ગ્રન્થોમાં જૈન આગમ જેમ યોગઅર્થમાં ધ્યાન શબ્દ જ મળે છે અને તેમાં ધ્યાનના ચાર ભેદો જોવા મળે છે. ઉક્ત ચાર ભેદોનાં નામ તથા ભાવ પ્રાય: તે જ છે જૈનદર્શન અને યોગદર્શનની પ્રક્રિયામાં છે. બૌદ્ધ સંપ્રદાયમાં સમાધિરાજ નામનો ગ્રન્થ પણ છે. વૈદિક, જૈન અને બૌદ્ધ સંપ્રદાયના યોગવિષયક સાહિત્યનો અમે બહુ સંક્ષેપમાં અત્યાવશ્યક १. सो खो अहं ब्राह्मण विविच्चेव कामेहि विविच्च अकुसलेहि धम्मेहि सवितकं
सविचारं विवेकजं पीतिसुखं पढमज्झाणं उपसंपज्ज विहासि; वितक्कविचारानं वपसमा अज्झत्तं संपसादनं चेतसो एकोदिभावं अवितकं अविचारं समाधिजं पीतिसुखं दुतियज्झानं उपसंपज्ज विहासि; पीतिया च विरागा उपेक्खको च विहासि; सतो च संपजानो सुखं च कायेन पटिसंवेदेसि, यं तं अरिया आचिक्खन्ति – उपेक्खको सतिमा सुखविहारी ति ततियज्झानं उपसंपज्ज विहासि; सुखस्स च पहाना दुक्खस्स च पहाना पुव्वेव सोमनस्सदोमनस्सानं अत्यंगमा अदुक्खमसुखं उपेक्खासति પારિદ્ધિ સ્થિજ્ઞાનં ૩૫સંપન્ન વિહાસિ | મઝિમનિકાય, ભયભૈરવસુત્ત.
આ ચાર ધ્યાનોનું વર્ણન દીઘનિકાયના સામગ્ગફલસુત્તમાં છે. જુઓ પ્રોફેસર સિ. વિ. રાજવાડેકૃત મરાઠી અનુવાદ પૃષ્ઠ ૭૨
આ જ વિચાર પ્રોફેસર ધર્માનન્દ કૌશામ્બીલિખિત બુદ્ધલીલાસારસંગ્રહમાં છે. જુઓ પૃષ્ઠ ૧૨૮
જૈનસૂત્રમાં શુક્લધ્યાનના ચાર ભેદોનો વિચાર છે, તેમાં ઉક્ત સવિતર્ક આદિ ચાર ધ્યાન જેવું જ વર્ણન છે. જુઓ તત્ત્વાર્થસૂત્ર, ૯.૪૧-૪૪
યોગશાસ્ત્રમાં સંપ્રજ્ઞાત સમાધિ તથા સમાપત્તિઓનું વર્ણન છે. તેમાં પણ ઉક્ત સવિતર્ક, નિર્વિતર્ક આદિ ધ્યાન જેવો જ વિચાર છે. પાતંજલસૂત્ર ૧.૧૭, ૪૨, ૪૩, ૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org