________________
યોગવિદ્યા
૫૧
જ ગંભીર હતાં. તેથી તેમણે અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્ તથા સટીક બત્રીસ બત્રીસીઓ યોગ સંબંધી વિષયો પર લખી છે જેમની અંદર જૈન મન્તવ્યોની સૂમ અને રોચક મીમાંસા કરવા ઉપરાંત અન્ય દર્શન અને જૈન દર્શનની તુલના પણ કરી છે. તે ઉપરાંત તેમણે હરિભદ્રસૂરિકૃત યોગવિંશિકા તથા પોડશક પર ટીકા લખીને પ્રાચીન ગૂઢ તત્ત્વોનું સ્પષ્ટ ઉદ્ધાટન પણ કર્યું છે. આટલું જ કરીને તેમને સંતોષ ન થયો એટલે તેમણે મહર્ષિ પતંજલિકૃત યોગસૂત્રો ઉપર લઘુ વૃત્તિ જૈન પ્રક્રિયા અનુસાર લખી છે, એ માટે તેમાં યથાસંભવ યોગદર્શનની ભિત્તિરૂપ સાંગપ્રક્રિયાની જૈન પ્રક્રિયા સાથે તુલના પણ કરી છે, અને અનેક સ્થળે તેનો યુક્તિક પ્રતિવાદ પણ કર્યો છે. ઉપાધ્યાયજીએ પોતાની વિવેચનામાં જે મધ્યસ્થતા, ગુણગ્રાહકતા, સૂક્ષ્મ સમન્વયશક્તિ અને સ્પષ્ટભાષિતા દેખાડી છે એવી બીજા આચાર્યોમાં બહુ જ કમ જોવા મળે છે.
એક યોગસાર નામનો ગ્રન્થ શ્વેતામ્બર સાહિત્યમાં છે. કર્તાનો ઉલ્લેખ તેમાં નથી, પરંતુ તેનાં દૃષ્ટાન્ન આદિ વર્ણન ઉપરથી જણાય છે કે હેમચન્દ્રાચાર્યના યોગશાસ્ત્રના આધારે કોઈ શ્વેતામ્બર આચાર્યે તેની રચના કરી છે. દિગમ્બર સાહિત્યમાં જ્ઞાનાર્ણવ તો પ્રસિદ્ધ જ છે, પરંતુ ધ્યાનસાર ૧. અધ્યાત્મસારના યોગાધિકાર અને ધ્યાનાધિકારમાં પ્રધાનપણે ભગવદ્ગીતા
તથા પાતંજલસૂત્રનો ઉપયોગ કરીને અનેક જૈનપ્રક્રિયાપ્રસિદ્ધ ધ્યાનવિષયોનો ઉક્ત બન્ને ગ્રન્થો સાથે સમન્વય કર્યો છે, તે બહુ ધ્યાનપૂર્વક જોવા જેવો છે. અધ્યાત્મોપનિષદ્રના શાસ્ત્ર, જ્ઞાન, ક્રિયા અને સામ્ય આ ચાર યોગોમાં મુખ્યપણે યોગવાસિષ્ઠ તથા તૈત્તિરીય ઉપનિષદ્રનાં વાક્યોનાં અવતરણો દઈને તાત્ત્વિક ઐક્ય દર્શાવ્યું છે. યોગાવતાર બત્રીસીમાં ખાસ કરીને પાતંજલ યોગના પદાર્થોનું જૈન પ્રક્રિયા અનુસાર સ્પષ્ટીકરણ કરવામાં
આવેલ છે. ૨. તેના માટે તેમના જ્ઞાનસારને, જે તેમણે અંતિમ જીવનમાં લખ્યો જણાય છે
તેને, ધ્યાનપૂર્વક જોવો જોઈએ. શાસ્ત્રવાર્તાસમુચ્ચયની તેમની ટીકા (પૃ.૧૦)
પણ જોવી આવશ્યક છે. ૩. તેના માટે તેમના શાસ્ત્રવાર્તાસમુચ્ચયટીકા આદિ ગ્રન્થો ધ્યાનપૂર્વક જોવા
જોઈએ, અને ખાસ કરીને તેમની પાતંજલસૂત્રવૃત્તિ મનનપૂર્વક જોવાથી અમારું કથન અક્ષરશઃ વિશ્વસનીય જણાશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org