________________
૫૦
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ જે વર્ણન છે તે સમગ્ર યોગસાહિત્યમાં એક નવી દિશા છે.
- આ આઠ દૃષ્ટિઓનું સ્વરૂપ, તેમનાં દૃષ્ટાન્તો વગેરે વિષયો. યોગના જિજ્ઞાસુ માટે જોવા યોગ્ય છે. આ વિષય ઉપર યશોવિજયજીએ ૨૧, ૨૨, ૨૩, ૨૪ આ ચાર ધાáિશિકાઓ લખી છે. સાથે સાથે તેમણે સંસ્કૃત ન જાણનારાઓના હિતાર્થે આઠ દૃષ્ટિઓની સજઝાય પણ ગુજરાતી ભાષામાં રચી છે.
શ્રીમાનું હરિભદ્રસૂરિના યોગવિષયક ગ્રન્થો તેમની યોગાભિરુચિ અને યોગવિષયક વ્યાપક બુદ્ધિના ખાસ નમૂનાઓ છે.
- ત્યાર પછી શ્રીમાન હેમચન્દ્રસૂરિકૃત યોગશાસ્ત્રનો નંબર આવે છે. તેમાં પાતંજલ યોગશાસ્ત્રનિર્દિષ્ટ આઠ યોગાંગોના ક્રમથી સાધુ અને ગૃહસ્થ જીવનની આચારપ્રક્રિયાનું જૈન શૈલી અનુસાર વર્ણન છે જેમાં આસન તથા પ્રાણાયામ સાથે સંબંધ ધરાવતી અનેક વાતોનું વિસ્તૃત નિરૂપણ છે. તેને જોવાથી જણાય છે કે તત્કાલીન લોકોમાં હઠયોગપ્રક્રિયાનો કેટલો અધિક પ્રચાર હતો. હેમચન્દ્રાચાર્યે પોતાના યોગશાસ્ત્રમાં હરિભદ્રસૂરિના યોગવિષયક ગ્રન્થોની નવીન પરિભાષા અને રોચક શૈલીનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી, પરંતુ શુભચન્દ્રાચાર્યના જ્ઞાનાર્ણવગત પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનોનું વિસ્તૃત અને સ્પષ્ટ વર્ણન કર્યું છે. અત્તે તેમણે સ્વાનુભવના આધારે વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન એવા મનના ચાર ભેદોનું વર્ણન કરીને નવીનતા લાવવાનું ખાસ કૌશલ દેખાડ્યું છે. નિઃસંદેહ તેમનું યોગશાસ્ત્ર જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારનો એક પાક્યા ગ્રન્થ છે.
તેના પછી ઉપાધ્યાય શ્રી યશોવિજયકૃત યોગગ્રન્થો ઉપર આપણી નજર ઠરે છે. ઉપાધ્યાયજીનું શાસ્ત્રજ્ઞાન, તર્કકૌશલ અને યોગાનુભવ બહુ
૧. મિત્રો તારા ના ઢીસ્થિરી ના પ્રમ પરા |
नामानि योगदृष्टीनां लक्षणं च निबोधतः ॥ १३ ॥ ૨. જુઓ પ્રકાશ ૭ થી પ્રકાશ ૧૦ સુધી ૩. પ્રકાશ ૧૨મો, શ્લોક ૨-૪
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org