SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ યોગવિદ્યા ૪૯ પ્રધાનપણે ધ્યાન' શબ્દનો પ્રયોગ થયો છે. ધ્યાનનું લક્ષણ, તેના ભેદપ્રભેદો, તેનું આલંબન આદિનાં વિસ્તૃત વર્ણનો જૈન આગમોમાં છે.' આગમ પછી નિયુક્તિનો નંબર આવે છે. પરંતુ તેમાં પણ આગમગત ધ્યાનનું સ્પષ્ટીકરણ છે. વાચક ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્રમાં પણ ધ્યાનનું વર્ણન છે, પરંતુ તેમાં આગમ અને નિયુક્તિની અપેક્ષાએ કોઈ અધિક વાત નથી. જિનભદ્રગણી ક્ષમાશ્રમણનું ધ્યાનશતક આગમાદિ ઉક્ત ગ્રન્થોમાં વર્ણિત ધ્યાનનું સ્પષ્ટીકરણ માત્ર છે, તે એટલે સુધી કે યોગવિષયક જૈન વિચારોમાં આગમોક્ત વર્ણનની શૈલી જ પ્રધાન રહી છે. પરંતુ તે શૈલીને શ્રીમાન હરિભદ્રસૂરિએ એકદમ બદલી નાખીને તત્કાલીન પરિસ્થિતિ અને લોકચિ અનુસાર નવીન પરિભાષા આપીને અને વર્ણનશૈલી અપૂર્વ જેવી બનાવીને જૈન સાહિત્યમાં નવો યુગ ઉપસ્થિત કર્યો. આની સાબિતીમાં તેમણે રચેલા યોગબિન્દુ, યોગદષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, યોગશતક' અને ષોડશક એ ગ્રન્થો પ્રસિદ્ધ છે. આ ગ્રન્થોમાં તેમણે સિર્ફ જૈનમાર્ગ અનુસાર યોગનું વર્ણન કરીને જ સંતોષ નથી માન્યો પરંતુ પાતંજલ યોગસૂત્રમાં વર્ણિત યોગપ્રક્રિયા અને તેની ખાસ પરિભાષાઓ સાથે જૈન સંકેતોનો મેળ પણ કર્યો છે. યોગદષ્ટિસમુચ્ચયમાં યોગની આઠ દૃષ્ટિઓનું (ચાલુ) પઢમં પોરિસિ સન્સાયં વિä સાાં જ્ઞિમાય | ___ तइआए निद्दमोक्खं तु चउत्थिए भुज्जो वि सज्झायं ॥ १८ ॥ – ઉત્તરાધ્યયન અધ્યયન ૨૬મું ૧. જુઓ સ્થાનાંગ અં.૪ ઉદ્દેશ્ય ૧; સમવાયાંગ સ.૪; ભગવતી શતક ૨૫ ઉદ્દેશ્ય ૭; ઉત્તરાધ્યયન અ.૩૦ શ્લોક ૩૫. ૨. જુઓ આવશ્યકનિયુક્તિ કાયોત્સર્ગ અધ્યયન ગાથા ૧૪૬ર-૧૪૮૬ ૧૩. જુઓ અધ્યાય ૯ સૂત્ર ૨૭ થી આગળ ૪. જુઓ હારિભદ્રીય આવશ્યકવૃત્તિ પ્રતિક્રમણ અધ્યયન, પૃ.૫૮૧ ૫. આ ગ્રન્થ જૈન ગ્રન્થાવલિમાં ઉલિખિત છે, પૃ.૧૧૩. હવે આ ગ્રન્થ લા.દા.ગ્રન્થમાળામાં પ્રકાશિત થઈ ગયો છે. તેના સંપાદક છે મુનિરાજ પુણ્યવિજયજી. ६. समाधिरेष एवान्यैः संप्रज्ञातोऽभिधीयते । सम्यक्प्रकर्षरूपेण वृत्त्यर्थज्ञानतस्तथा ॥ ४१८ ॥ असंप्रज्ञात एषोऽपि समाधिर्गीयते परैः । નિરુદ્ધાપવૃન્યતિતસ્વરૂપનુવેધત: | ૪ર૦ | ઇત્યાદિ. – યોગબિન્દુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005646
Book TitleBharatni Yogvidya ane Jivan ma Dharm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy