________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ ભાષ્ય-વૈશારદીટીકા સહિત મૂલ પાતંજલ યોગશાસ્ત્રનો અનુવાદ જ . વિશિષ્ટ છે.
જૈન સંપ્રદાય નિવૃત્તિપ્રધાન છે. તેના પ્રવર્તક ભગવાન મહાવીરે બાર વરસથી વધારે સમય સુધી મૌન ધારણ કરીને સિર્ફ આત્મચિન્તન દ્વારા યોગાભ્યાસમાં જ મુખ્યપણે જીવન વીતાવ્યું હતું. તેમના હજારો શિષ્ય તો એવા હતા જેમણે ઘરબાર છોડીને યોગાભ્યાસ દ્વારા સાધુજીવન વીતાવવાનું જ પસંદ કર્યું હતું.
જૈન સંપ્રદાયના મૌલિક ગ્રન્થો આગમ કહેવાય છે. તે આગમગ્રન્થોમાં સાધુચર્યાનું જે વર્ણન આવે છે તેને જોવાથી સ્પષ્ટ જણાય છે કે પાંચ યમ, તપ સ્વાધ્યાય આદિ નિયમ, ઇન્દ્રિયજયરૂપ પ્રત્યાહાર ઇત્યાદિ જે યોગનાં ખાસ અંગો છે તેમને જ સાધુજીવનનો એક માત્ર પ્રાણ માનવામાં આવેલ છે.
જૈન શાસ્ત્રમાં યોગ ઉપર એટલે સુધી ભાર આપવામાં આવ્યો છે કે પહેલાં તો તે મુમુક્ષુઓને આત્મચિન્તન સિવાય બીજાં કાર્યોમાં પ્રવૃત્તિ કરવાની સંમતિ જ નથી દેતું અને અનિવાર્યપણે પ્રવૃત્તિ કરવી આવશ્યક હોય તો તે નિવૃત્તિમય પ્રવૃત્તિ કરવા કહે છે. આ નિવૃત્તિમય પ્રવૃત્તિનું નામ તેમાં અષ્ટપ્રવચનમાતા છે. સાધુજીવનની દૈનિક અને રાત્રિક ચર્યામાં ત્રીજા પ્રહર સિવાય અન્ય ત્રણે પ્રહરોમાં મુખ્યપણે સ્વાધ્યાય અને ધ્યાન કરવાનું જ કહેવામાં આવ્યું છે.'
એ વાત ભૂલવી ન જોઈએ કે જૈન આગમોમાં યોગઅર્થમાં ૧. “વરહિં સમMહિસ્સૌહિં છત્તીસહિં નિવાસસ્સીટિં' ડવેવફસૂત્ર. ૨. જુઓ આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, મૂલાચાર આદિ. ૩. જુઓ ઉત્તરાધ્યયન અધ્યયન ૨૪મું.
दिवसस्स चउरो भाए कुज्जा भिक्खु विअक्खणो। तओ उत्तरगुणे कुज्जा दिणभागेसु चउसु वि ॥ ११ ॥ पढमं पोरिसि सज्झायं बिइअं झाणं झिआयइ । तइआए गोअरकालं पुणो चउत्थिए सज्झायं ॥ १२ ॥ रत्तिं पि चउरो भाए भिक्खु कुज्जा विअक्खणो। तओ उत्तरगुणे कुज्जा राई भागेसु चउसु वि ।। १७ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org