________________
યોગવિદ્યા
વર્ણવિભાગ જેવું સામાજિક સંગઠન અને આશ્રમવ્યવસ્થા જેવો વૈયક્તિક જીવનવિભાગ તે ચિત્રણનું અનુપમ ઉદાહરણ છે. વિદ્યા, રક્ષણ, વિનિમય અને સેવા એ ચાર જે વર્ણવિભાગના ઉદેશ્યો છે તેમનો પ્રવાહ ગાર્ડથ્ય જીવનરૂપ મેદાનમાં અલગ અલગ વહીને પણ વાનપ્રસ્થના મહાનદમાં ભળીને અંતે સંન્યાસાશ્રમના અપરિમેય સમુદ્રમાં એકરૂપ થઈ જાય છે. સારાંશ એ છે કે સામાજિક, રાજનૈતિક, ધાર્મિક આદિ બધી સંસ્કૃતિઓનું નિર્માણ સ્થળ જીવનની પરિણામવિરસતા અને આધ્યાત્મિક જીવનની પરિણામસુન્દરતાની ઉપર જ કરવામાં આવ્યું છે. તેથી જ જે વિદેશી વિદ્વાન આર્યજાતિનું લક્ષણ સ્થૂળ શરીર, તેનો બાહ્ય દેખાવ, વ્યાપાર-વ્યવસાય, ભાષા, આદિમાં જુએ છે તે એકદેશીય માત્ર છે. ખેતીવાડી, વહાણવટું, પશુપાલન આદિ જે જે અર્થ ‘આર્ય' શબ્દમાંથી કાઢવામાં આવ્યા છે તે આર્યજાતિનું અસાધારણ લક્ષણ નથી. આર્યજાતિનું અસાધારણ લક્ષણ પરલોકમાત્રની કલ્પના પણ નથી કેમ કે તેની દષ્ટિમાં તે લોક પણ ત્યાજય છે. તેનું સાચું અને અત્તરંગ લક્ષણ તો સ્કૂલ જગતની પેલે પાર વર્તમાન પરમાત્મ તત્ત્વની એકાગ્રબુદ્ધિથી ઉપાસના કરવી એ જ છે. આ સર્વવ્યાપક ઉદેશ્યના કારણે આર્યજાતિ પોતાને બીજી બધી જાતિઓથી શ્રેષ્ઠ માનતી આવી છે. જ્ઞાન અને યોગનો સંબંધ તથા યોગનો દરજ્જો
વ્યવહાર હોય કે પરમાર્થ, કોઈ પણ વિષયનું જ્ઞાન ત્યારે જ પરિપક્વ ગણી શકાય જયારે તે જ્ઞાન અનુસાર આચરણ કરવામાં આવે. અસલમાં આ આચરણ જ યોગ છે. તેથી જ્ઞાન યોગનું કારણ છે. પરંતુ યોગના પહેલાં જે જ્ઞાન હોય છે તે અસ્પષ્ટ હોય છે. અને યોગ પછી 9. Biographies of Words & the Home of the Aryans by Max
Muller, p.50. २. ते तं मुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मृत्युलोकं विशन्ति ।
પર્વ ત્રીધર્મમનુપ્રપન્ના તાતિ મામા નમત્તે |ભગવદ્ગીતા, ૯. ૨૧ ૩. જુઓ Apte's Sanskrit to English Dictionary ૪. આ અભિપ્રાયથી ગીતા યોગીને જ્ઞાનીથી અધિક ગણે છે. ગીતા અધ્યાય ૬
શ્લોક ૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org