SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ (૩) આધ્યાત્મિક વિષયની ચર્ચા કરતો અને ખાસ કરીને યોગવિષયક કોઈ પણ ગ્રન્થ કોઈએ પણ લખ્યો કે તરત જ લોકોએ તેને અપનાવી લીધો. કંગાળ અને દીનહીન અવસ્થામાં પણ ભારતવર્ષીય લોકોની ઉક્ત અભિરુચિ એ સૂચવે છે કે યોગનો સંબંધ તેમના દેશ અને તેમની જાતિ સાથે પહેલેથી જ ચાલ્યો આવે છે. આ કારણે ભારતવર્ષની સભ્યતાને અરણ્યમાં ઉત્પન્ન થયેલી કહેવામાં આવે છે. આ પૈક સ્વભાવના કારણે જ્યારે પણ ભારતીય લોકો તીર્થયાત્રા યા સફર માટે પહાડો, જંગલો કે અન્ય તીર્થસ્થાનોમાં જાય છે ત્યારે તેઓ ડેરાતંબૂલગાવતાં પહેલાં જ યોગીઓને, તેમના મઠોને અને તેમનાં ચિહ્નો સુધ્ધાંને પણ શોધે છે. યોગની શ્રદ્ધાનો ઉદ્રક એટલે સુધી જોવામાં આવે છે કે કોઈ નાગા બાવાને ગાંજાની ચલમ ફૂંકતા કે જટા વધારતા જોયા કે તેના મોઢામાંથી નીકળતા ધુમાડામાં કે તેની જટા અને ભસ્મલપમાં યોગની ગંધ આવવા લાગે છે. ભારતવર્ષના પહાડો, જંગલો અને તીર્થસ્થાનો પણ બિલકુલ યોગીશૂન્ય મળવા દુઃસંભવ છે. આવી સ્થિતિ અન્ય દેશ અને અન્ય જાતિમાં દુર્લભ છે. તેથી એ અનુમાન કરવું સહજ છે કે યોગને આવિષ્કત કરવાનું તથા તેને પરાકાષ્ઠાએ પહોંચાડવાનું શ્રેય બહુધા ભારતવર્ષને અને આર્યજાતિને જ છે. આ વાતની પુષ્ટિ મેક્સમૂલર જેવા વિદેશી અને ભિન્ન સંસ્કાર ધરાવતા વિદ્વાનના કથન દ્વારા પણ સારી રીતે થાય છે.* આર્યસંસ્કૃતિની જડ અને આર્યજાતિનું લક્ષણ ઉપરના કથનથી આર્યસંસ્કૃતિનો મૂળ આધાર શું છે એનું સ્પષ્ટ જ્ઞાન થઈ જાય છે. શાશ્વત જીવનની ઉપાદેયતા જ આર્યસંસ્કૃતિની ભિત્તિ છે. તેના ઉપર આર્યસંસ્કૃતિનાં ચિત્રોનું ચિત્રણ કરવામાં આવ્યું છે. ૧. જુઓ કવિવર ટાગોરકૃત “સાધના' પૃ. ૪ – Thus in India it was in the forests that our civilisation had its birth... ૨. This concentration of thought (zslalal) or one-pointedness as the Hindus called it, is something to us almost unknown. સેક્રેડ બુક્સ ઓફ ધિ ઇસ્ટ, ભાગ ૧, પૃ.૨૩ મેક્સમૂલરની પ્રસ્તાવના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005646
Book TitleBharatni Yogvidya ane Jivan ma Dharm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy