________________
પાંચમું અધ્યયન યોગવિદ્યા
પ્રત્યેક મનુષ્ય વ્યક્તિ અપરિમિત શક્તિઓના તેજનો પુંજ છે, જેમ કે સૂર્ય. તેથી જ રાષ્ટ્ર તો માનો કે અનેક સૂર્યોનું મંડળ છે તેમ છતાં પણ જ્યારે કોઈ વ્યક્તિ કે રાષ્ટ્ર અસફલતા યા નૈરાશ્યના વમળમાં સપડાય છે ત્યારે એ પ્રશ્ન થવો સહજ છે કે એનું કારણ શું છે? બહુ વિચાર કરી જોવાથી માલૂમ પડે છે કે અસફલતા અને નૈરાશ્યનું કારણ યોગનો સ્થિરતાનો) અભાવ છે, કેમ કે યોગ ન હોવાથી બુદ્ધિ સંદેશીલ બની રહે છે, અને પરિણામે પ્રયત્નની ગતિ અનિશ્ચિત બની જવાના કારણે શક્તિઓ આમ તેમ ટકરાઈને આદમીને બરબાદ કરી નાખે છે. એટલે બધી શક્તિઓને એક કેન્દ્રગામી બનાવવા તથા સાધ્ય સુધી પહોંચાડવા માટે અનિવાર્યપણે બધાને યોગની જરૂરત છે. આ જ કારણ છે કે પ્રસ્તુત વ્યાખ્યાનમાળામાં યોગનો વિષય રાખવામાં આવ્યો છે.
આ વિષયની શાસ્ત્રીય મીમાંસા કરવાનો ઉદેશ એ છે કે આપણને આપણા પોતાના પૂર્વજોની તથા આપણી પોતાની સભ્યતાની પ્રકૃતિ બરાબર જ્ઞાત થાય, અને તે દ્વારા આર્યસંસ્કૃતિના એક અંશનું થોડુંક પણ નિશ્ચિત રહસ્ય વિદિત થાય. યોગ શબ્દનો અર્થ
યોગ' શબ્દ યુજુ ધાતુ અને ઘ” પ્રત્યયથી સિદ્ધ થયો છે. યજુ ૧. ગુજરાત પુરાતત્ત્વમંદિરની આર્યવિદ્યા વ્યાખ્યાનમાળામાં આ વ્યાખ્યાન
વાંચવામાં આવ્યું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org