SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ ધાતુ બે છે. એકનો અર્થ છે જોડવું અને બીજાનો અર્થ છે સમાધિ – મનઃસ્થિરતા. સામાન્ય રીતે યોગનો અર્થ “સંબંધ કરવો” તથા “માનસિક સ્થિરતા કરવી” એટલો જ છે, પરંતુ પ્રસંગ અને પ્રકરણ અનુસાર તેના અનેક અર્થો થઈ જવાથી તે બહુરૂપી બની ગયો છે. આ બહુરૂપિતાના કારણે લોકમાન્યને પોતાના ગીતારહસ્યમાં ગીતાનું તાત્પર્ય દર્શાવવા માટે યોગશબ્દાર્થનિર્ણયની વિસ્તૃત ભૂમિકા રચવી પડી છે. પરંતુ યોગદર્શનમાં યોગ' શબ્દનો અર્થ શો છે એ દર્શાવવા માટે આટલા ઊંડાણમાં ઊતરવાની કોઈ આવશ્યકતા નથી, કેમ કે યોગદર્શનવિષયક બધા ગ્રન્થોમાં જ્યાં ક્યાંય પણ “યોગ' શબ્દ આવ્યો છે ત્યાં તેનો એક જ અર્થ છે અને તે અર્થનું સ્પષ્ટીકરણ તે તે ગ્રન્થમાં ગ્રન્થકારે પોતે જ કરી દીધું છે. ભગવાન પતંજલિએ પોતાના યોગસૂત્રમાં ચિત્તવૃત્તિનિરોધને જ યોગ કહ્યો છે અને તે ગ્રન્થમાં સર્વત્ર યોગ' શબ્દનો તે જ એકમાત્ર અર્થ વિવક્ષિત છે. શ્રીમાન્ હરિભદ્રસૂરિએ યોગવિષયક પોતાના બધા ગ્રન્થોમાં મોક્ષ પ્રાપ્ત કરાવનાર ધર્મવ્યાપારને જ યોગ કહ્યો છે અને તેમના ઉક્ત બધા ગ્રન્થોમાં યોગ' શબ્દનો તે જ એકમાત્ર અર્થ વિવક્ષિત છે. ચિત્તવૃત્તિનિરોધ અને મોક્ષપ્રાપક ધર્મવ્યાપાર આ બે વાક્યોના અર્થમાં સ્થૂળ દૃષ્ટિએ જોતાં મોટી ભિન્નતા જણાય છે, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં તેમના અર્થની અભિન્નતા સ્પષ્ટ માલૂમ પડે છે કેમ કે ચિત્તવૃત્તિનિરોધ’ એ શબ્દથી તે જ ક્રિયા યા વ્યાપાર વિવક્ષિત છે જે મોક્ષ માટે અનુકૂળ હોય અને જેનાથી ચિત્તની સંસારાભિમુખ વૃત્તિઓ અટકી જાય છે, રોકાઈ જાય છે. “મોક્ષપ્રાપક ધર્મવ્યાપાર” આ શબ્દથી પણ તે જ ક્રિયા વિવક્ષિત છે. તેથી પ્રસ્તુત વિષયમાં ‘યોગ' શબ્દનો અર્થ સ્વાભાવિક સમસ્ત ૧. યુઝૂંપ યો ગણ ૭ હેમચન્દ્ર ધાતુપાઠ ૨. યુનિદ્ સમાધી ગણ ૪ હેમચન્દ્ર ધાતુપાઠ ૩. જુઓ પૃ.૫૫-૬૦ ૪. યોશ્ચિત્તવૃત્તિનિરોધઃ | પાદ ૧, સૂત્ર ૨ ૫. અધ્યાત્મ ભાવના ધ્યાનું સમતા વૃત્તિસંક્ષયઃ | मोक्षेण योजनाद् योग एष श्रेष्ठो यथोत्तरम् ॥ યોગબિન્દુ, શ્લોક ૩૧. યોગવિંશિકા ગાથા ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005646
Book TitleBharatni Yogvidya ane Jivan ma Dharm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy