________________
૨૯
વિકાસનું મુખ્ય સાધન ભેદથી કર્તવ્યદૃષ્ટિમાં યા જવાબદારીમાં તારતમ્ય કરી શકતો નથી.
મોહની કોટિમાં પડતા ભાવોથી પ્રેરિત ઉત્તરદાયિત્વ યા કર્તવ્યદૃષ્ટિ એ કસરખી અખંડ યા નિરાવરણ નથી હોતી જયારે જીવનશક્તિના યથાર્થ અનુભવથી પ્રેરિત ઉત્તરદાયિત્વ યા કર્તવ્યષ્ટિ સદા એકસરખી અને નિરાવરણ હોય છે કેમ કે તે ભાવ ન તો રાજસ અંશમાંથી આવે છે કે ન તો તામસ અંશથી અભિભૂત થઈ શકે છે. તે ભાવ સાહજિક છે, સાત્ત્વિક છે.
માનવજાતિને સૌથી મોટી અને કીમતી જે કુદરતી ભેટ મળી છે તે છે પેલા સાહજિક ભાવને ધારણ કરવાની યા પેદા કરવાની યોગ્યતા યા સામર્થ્ય જે વિકાસનું – અસાધારણ વિકાસનું – મુખ્ય સાધન છે. માનવજાતિના ઇતિહાસમાં બુદ્ધ, મહાવીર વગેરે અનેક સંત-મહંત થઈ ગયા છે, જેમણે હજારો વિઘ્નો બાધાઓ હોવા છતાં પણ માનવતાના ઉદ્ધારની જવાબદારી તરફથી મોટું ફેરવ્યું નહિ. પોતાના શિષ્ય સૂચવેલ પ્રલોભનને સ્વીકારી સોક્રેટીસ મૃત્યુના મુખમાં જવામાંથી બચી શકતા હતા પરંતુ તેમણે શારીરિક જીવનની અપેક્ષાએ આધ્યાત્મિક સત્યના જીવનને પસંદ કર્યું અને મૃત્યુ તેમને ડરાવી ન શક્યું. ઇશુએ પોતાનો નવો પ્રેમસજેશ દેવાની જવાબદારીને અદા કરવામાં શૂળીને સિંહાસન માન્યું. આ જાતનાં પુરાણાં ઉદાહરણોની સચ્ચાઈમાં થતા સંદેહને દૂર કરવા માટે જ જાણે કે ગાંધીજીએ હમણાં હમણાં જે ચમત્કાર દેખાડ્યો છે તે સર્વવિદિત છે. તેમને હિન્દુત્વ-આર્યત્વના નામે પ્રતિષ્ઠા પ્રાપ્ત બ્રાહ્મણો "અને શ્રમણોની સેંકડો કુરૂઢિપિશાચીઓ ચલિત ન કરી શકી. ન તો હિન્દુમુસલમાનોની દંડાદંડી યા શસ્ત્રાશાસ્ત્રીએ તેમને કર્તવ્યચલિત કર્યા કે ન તો તેમને મૃત્યુ ડરાવી શક્યું. તે એવા જ મનુષ્ય હતા જેવા આપણે છીએ. તો પછી શું કારણ છે કે તેમની કર્તવ્યદૃષ્ટિ યા જવાબદારી બરાબર સ્થિર, વ્યાપક અને શુદ્ધ હતી અને આપણી એનાથી વિપરીત, જવાબ સીધો છે કે આવા પુરુષોમાં ઉત્તરદાયિત્વ યા કર્તવ્યદૃષ્ટિનો પ્રેરક ભાવ જીવનશક્તિના યથાર્થ અનુભવમાંથી આવે છે જે આપણામાં નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org