________________
વિકાસનું મુખ્ય સાધન તો ઉદય પામ્યા પછી ચલિત કે નષ્ટ થાય છે કે ન તો સંકુચિત યા મર્યાદિત બને છે કે ન તો મલિન થાય છે. પ્રશ્ન થાય છે કે જીવનશક્તિના યથાર્થ અનુભવમાં એવું કયું તત્ત્વ છે જેના કારણે તે સદા સ્થિર, વ્યાપક અને શુદ્ધ જ રહે છે ? આનો ઉત્તર મેળવવા માટે આપણે જીવનશક્તિના સ્વરૂપ ઉપર થોડોક વિચાર કરવો જોઈશે.
આપણે જાતે જ વિચારીએ અને જોઈએ કે જીવનશક્તિ શી ચીજ છે. કોઈ પણ સમજદાર શ્વાસોચ્છવાસ યા પ્રાણને જીવનની મૂલાધાર શક્તિ માની નથી શકતો, કેમ કે ક્યારેક ક્યારેક ધ્યાનની વિશિષ્ટ અવસ્થામાં પ્રાણસંચાર ચાલુ ન રહેવા છતાં પણ જીવન ટકી રહે છે. તેથી માનવું પડે છે કે પ્રાણસંચારરૂપ જીવનની પ્રેરક યા આધારભૂત શક્તિ કોઈ બીજી જ છે. અત્યાર સુધીના બધા આધ્યાત્મિક સૂક્ષ્મ અનુભવીઓએ તે આધારભૂત શક્તિને ચેતના કહી છે. ચેતના એક એવી સ્થિર અને પ્રકાશમાન શક્તિ છે જે દૈહિક, માનસિક અને ઐત્ત્વિક આદિ સઘળાં કાર્યો ઉપર જ્ઞાનનો, પરિજ્ઞાનનો પ્રકાશ અનવરત પાથરતી રહે છે. ઇન્દ્રિયો કોઈ પણ પ્રવૃત્તિ કેમ ન કરે, મને ગમે ત્યાં ગતિ કેમ ન કરે, દેહ કોઈ પણ વ્યાપારનું આચરણ કેમ ન કરે, પરંતુ તે બધાંનું સતત ભાન કોઈ એક શક્તિને ઓછુંવત્તું થતું જ રહે છે. આપણે પ્રત્યેક અવસ્થામાં આપણી પોતાની દૈહિક, ઐક્ટ્રિક અને માનસિક ક્રિયાથી વત્તાઓછા પરિચિત રહ્યા કરીએ છીએ, તે કયા કારણે ? જે કારણથી આપણને આપણી પોતાની ક્રિયાઓનું સંવેદન થાય છે તે જ ચેતનાશક્તિ છે અને આપણે પોતે તેનાથી અધિક યાં કમ કંઈ પણ નથી. બીજું કંઈ હો કે ન હો પરંતુ એટલું તો નિશ્ચિત જ છે કે આપણે ચેતનાશૂન્ય ક્યારેય નથી હોતા. ચેતનાની સાથે સાથે બીજી એક વધુ શક્તિ ઓતપ્રોત છે જેને આપણે સંકલ્પશક્તિ કહીએ છીએ. ચેતના જે કંઈ સમજે વિચારે છે તેને ક્રિયાકારી બનાવનારું કે તેને મૂર્ત રૂપ દેનારું ચેતનાની સાથે અન્ય કોઈ બળ ન હોત તો તેની સઘળી સમજ બેકાર જાત અને આપણે જ્યાં ને ત્યાં એમના એમ પડ્યા રહેત. આપણે અનુભવીએ છીએ કે સમજ, જાણકારી યા દર્શન અનુસાર જો એક વાર સંકલ્પ થયો તો ચેતના પૂરેપૂરી રીતે કાર્યાભિમુખ બની જાય છે, જેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org