________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ મુક્તધારાથી વહેતું નથી. તેનું કારણ એક જ છે અને તે એ કે માતાની પેલી ન્યોછાવરવૃત્તિ યા અર્પણવૃત્તિનો પ્રેરક ભાવ કેવળ મોહ હતો, જે સ્નેહ હોવા છતાં પણ શુદ્ધ અને વ્યાપક ન હતો, તેથી જ તેના હૃદયમાં તે ભાવ હોવા છતાં તેમાંથી કર્તવ્યપાલનના ફુવારા નથી છૂટતા, અંદર ને અંદર જ તેના હૃદયને દબાવીને સુખીના બદલે દુઃખી કરી દે છે જેમ કે ખાધેલું પરંતુ ન પચેલું સુન્દર અન્ન. તે ન તો લોહી બનીને શરીરને સુખ પહોંચાડે છે કે ન તો બહાર નીકળીને શરીરને હળવું કરી દે છે, અંદર ને અંદર સડીને શરીર અને ચિત્તને અસ્વસ્થ બનાવે છે. આ જ દશા પેલી માતાના કર્તવ્યપાલનમાં અપરિણત સ્નેહભાવની થાય છે. આપણે ક્યારેક ભયવશ રક્ષણ વાસ્તુ ઝૂંપડું બનાવ્યું, તેને સંભાળ્યું પણ ખરું. બીજાઓથી બચવા માટે અખાડામાં જઈ બળ સમ્પાદિત કર્યું, કવાયત અને નિશાનબાજીથી સૈનિકશક્તિ પ્રાપ્ત કરી, આક્રમણના સમયે (તે પોતાના ઉપર હોય, કુટુંબ ઉપર હોય, સમાજ ઉપર હોય કે રાષ્ટ્ર ઉપર હોય) સૈનિક તરીકે કર્તવ્યપાલન પણ કર્યું પરંતુ જો તે ભય ન રહે – ખાસ કરીને આપણા પોતાના ઉપર કે આપણે જેમને પોતાના ગણ્યા છે તેમના ઉપર આક્રમણનો ભય ન રહે – અથવા જો આપણે જેને પોતાના નથી ગણતા, જે રાષ્ટ્રને આપણે પોતાનું રાષ્ટ્ર નથી ગણતા તેના ઉપર આપણી અપેક્ષાએ પણ અધિક અને પ્રચંડ ભય આવી પડે તો આપણી યત્રાણશક્તિ આપણને કર્તવ્યપાલનમાં ક્યારેય પ્રેરિત નહિ કરે. આ શક્તિ સંકુચિત ભાવોમાંથી પ્રગટ થઈ છે એટલે જરૂરત હોવા છતાં પણ તે કામમાં નહિ આવે અને જયાં જરૂરત નથી, યા તો કમ જરૂરત છે ત્યાં ખર્ચાશે. હમણાં આપણે જોયું કે યુરોપ અને બીજાં રાષ્ટ્રોએ ભયથી બચવા અને બચાવવાની નિસ્ટ્રીમ શક્તિ હોવા છતાં પણ ભયત્રસ્ત એબીસીનિયાને હજારો વિનંતી કરવા છતાં પણ મદદ ન કરી. આમ ભયજનિત કર્તવ્યપાલન અધૂરું હોય છે અને બહુધા વિપરીત પણ હોય છે. મોહની કોટિમાં ગણાવવામાં આવતા બધા ભાવોની એક જેવી જ અવસ્થા છે, તે ભાવો બિલકુલ અધૂરા, અસ્થિર અને મલિન હોય છે.
જીવનશક્તિનો યથાર્થ અનુભવ જ બીજા પ્રકારનો ભાવ છે જે ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org