________________
વિકાસનું મુખ્ય સાધન
જ્યારે જવાબદારી હોતી નથી ત્યારે મનની ગતિ કુંઠિત થઈ જાય છે અને પ્રમાદનું તત્ત્વ વધવા લાગે છે જેને યોગશાસ્ત્રમાં મનની ક્ષિપ્ત અને મૂઢ અવસ્થા કરી છે. જેમ શરીર પર શક્તિથી વધારે પડતો બોજ લાદવાથી તેની સ્કૂર્તિ, તેનું સ્નાયુબળ કાર્યસાધક રહેતાં નથી તેમ જ રજોગુણજનિત ક્ષિપ્ત અવસ્થામાં અને તમોગુણજનિત મૂઢ અવસ્થામાં બોજ યા ભાર પડવાથી મનની સ્વાભાવિક સત્ત્વગુણજનિત વિચારશક્તિ નિષ્ક્રિય બની જાય છે. આમ મનની નિષ્ક્રિયતાનું મુખ્ય કારણ રાજસ અને તામસ ગુણોનો ઉદ્રક છે. જ્યારે આપણે કોઈ જવાબદારી લેતા નથી યા લઈને નિભાવતા નથી ત્યારે મનના સાત્ત્વિક અંશની જાગૃતિ થવાના બદલે તામસ અને રાજસ અંશની પ્રબળતા થવા લાગે છે. મનનો સૂક્ષ્મ સાચો વિકાસ રુંધાઈ જાય છે અને કેવળ સ્થૂળ વિકાસ જ રહે છે અને તે પણ સાચી દિશા તરફનો નથી હોતો. તેથી બેજવાબદારી મનુષ્યજાતિ માટે સૌથી મોટા ખતરાની વસ્તુ છે. તે મનુષ્યને મનુષ્યત્વના યથાર્થ માર્ગથી યુત કરી દે છે. તેથી જવાબદારી માનવવિકાસનું અસાધારણ પ્રધાન કારણ છે એનું આપણને ભાન થાય છે.
જવાબદારી અનેક પ્રકારની હોય છે – ક્યારેક તે મોહમાંથી આવે છે. કોઈ એક યુવક યા યુવતીને લો. જે વ્યક્તિ ઉપર તેને મોહ હશે તેના પ્રત્યે તે પોતાને જવાબદાર સમજશે, તેના પ્રત્યે કર્તવ્યપાલનની ચેષ્ટા કરશે, બીજાઓ પ્રત્યે તે ઉપેક્ષા પણ કરી શકે છે. ક્યારેક જવાબદારી સ્નેહ યા પ્રેમમાંથી આવે છે. માતા પોતાના બાળક પ્રત્યે સ્નેહવશ કર્તવ્યપાલન કરે છે પરંતુ તે બીજાનાં બાળક પ્રત્યે પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. ક્યારેક જવાબદારી ભયમાંથી આવે છે. જો કોઈને ભય હોય કે જંગલમાં રાતે કે દિવસે વાઘ આવે છે તો તે જાગતો રહીને અનેક રીતે બચાવ કરશે, પરંતુ ભય ન રહેતાં પાછો તે બેફિકર બનીને પોતાના અને બીજાના પ્રત્યેનું કર્તવ્ય ભૂલી જશે. આ જ રીતે લોભવૃત્તિ, પરિગ્રહાકાંક્ષા, ક્રોધની ભાવના, બદલો લેવાની વૃત્તિ, માન-મત્સર આદિ અનેક રાજસ-તામસ અંશોથી જવાબદારી થોડી કે વધુ, એક યા બીજા રૂપમાં, પેદા થઈને માનષિક જીવનનું સામાજિક અને આર્થિક ચક્ર ચલાવતી રહે છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે અહીં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org