________________
૨૨
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ આપણે આપણા દેશમાં દેખીએ છીએ કે જે લોકો ખાન-પાનની અને આર્થિક દૃષ્ટિએ નિશ્ચિત્ત છે, જેમને વારસામાં પૈતૃક સમ્પત્તિ, જમીનદારી કે રાજસત્તા મળી છે, તેઓ જ અધિકતર માનસિક વિકાસમાં મન્દ છે. ખાસ કરીને ધનવાનોનાં સંતાનો, રાજપુત્રો અને જમીનદારોને દેખો. બાહ્ય ચમકદમક અને દેખાવની સ્કૂર્તિ હોવા છતાં પણ તેમનામાં મનનો, વિચારશક્તિનો, પ્રતિભાનો વિકાસ કમ જ થયો હોય છે. બાહ્ય સાધનોની તેમને કમી નથી, લખવા-વાંચવાનાં અને ભણવાનાં સાધનો પણ પૂરાં પ્રાપ્ત છે, શિક્ષક-અધ્યાપક પણ યથેષ્ટ મળે છે, તેમ છતાં પણ તેમનો માનસિક વિકાસ તળાવના બંધિયાર પાણી જેવો ગતિહીન હોય છે. બીજી બાજુ જેમને વારસામાં ન તો કોઈ સ્થળ સમ્પતિ મળે છે અને ન તો કોઈ બીજી મનોયોગની સુવિધાઓ સરળતાથી મળે છે તેમના વર્ગમાંથી અસાધારણ મનોવિકાસવાળી વ્યક્તિઓ પેદા થાય છે. આ અત્તરનું કારણ શું છે ? હોવું તો એ જોઈએ કે જેમને અધિક સાધનો અધિક સરળતાથી પ્રાપ્ત થતાં હોય તેઓ જ અધિક અને ઝડપી વિકાસ સાધે પરંતુ જોવામાં આવે છે આનાથી ઊલટું, તો આપણે ખોજવું જોઈએ કે વિકાસની અસલ લંડ શું છે? મુખ્ય ઉપાય કર્યો છે કે જેના ન હોવાથી બાકી બીજું બધું ન હોવા બરાબર બની જાય છે?
જવાબ બિલકુલ સરળ છે અને તેને પ્રત્યેક વ્યક્તિ પોતાના અને પોતાની આસપાસની વ્યક્તિઓના જીવનમાંથી મેળવી શકે છે. તે દેખશે કે જવાબદારી યા ઉત્તરદાયિત્વ જ વિકાસનું પ્રધાન બીજ છે. આપણે માનસશાસ્ત્રની દૃષ્ટિએ જોવું જોઈએ કે જવાબદારીમાં એવી કઈ શક્તિ છે જેના કારણે તે બીજાં બધાં વિકાસનાં સાધનોની સરખામણીમાં પ્રધાન સાધન બની જાય છે. મનનો વિકાસ તેના સત્ત્વઅંશની યોગ્ય અને પૂર્ણ જાગૃતિ પર જ નિર્ભર છે. જ્યારે રાજસ કે તામસ અંશ સત્ત્વગુણથી અધિક પ્રબળ બની જાય છે ત્યારે મનની યોગ્ય વિચારશક્તિ યા શુદ્ધ વિચારશક્તિ આવૃત યા કુંઠિત થઈ જાય છે. મનના રાજસ તથા તામસ અંશના પ્રબળ હોવાને વ્યવહારમાં પ્રમાદ કહેવામાં આવે છે. કોણ નથી જાણતું કે પ્રમાદથી વૈયક્તિક અને સામષ્ટિક બધી બૂરાઈઓ જન્મે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org