SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથું અધ્યયન વિકાસનું મુખ્ય સાધન વિકાસ બે પ્રકારનો છે – શારીરિક અને માનસિક, શારીરિક વિકાસ કેવળ મનુષ્યોમાં જ નહિ પરંતુ પશુપક્ષીઓમાં પણ દેખાય છે. ખાન, પાન, સ્થાન વગેરેની પૂરી સુવિધા મળે અને ચિન્તા, ભય ન રહે તો પશુપક્ષી પણ ખૂબ બળવાન, પુષ્ટ અને સુગઠિત બની જાય છે. મનુષ્યો અને પશુપક્ષીઓના શારીરિક વિકાસનું એક અત્તર ધ્યાન દેવા યોગ્ય છે, તે એ કે મનુષ્યનો શારીરિક વિકાસ કેવળ ખાન-પાન અને રહન-સહન આદિની પૂરી સુવિધાઓ અને નિશ્ચિત્તતાથી જ સિદ્ધ થઈ શકતો નથી જયારે પશુપક્ષીઓનો સિદ્ધ થઈ જાય છે. મનુષ્યના શારીરિક વિકાસની પાછળ જયારે પૂરો અને સમુચિત મનોવ્યાપાર – બુદ્ધિયોગ હોય ત્યારે જ તે પૂરો અને સમુચિતપણે સિદ્ધ થઈ શકે છે, બીજી કોઈ પણ રીતે થઈ શકતો નથી. આ રીતે તેના શારીરિક વિકાસનું અસાધરણ અને પ્રધાન સાધન બુદ્ધિયોગ – મનોવ્યાપાર – સંયત પ્રવૃત્તિ છે. માનસિક વિકાસ તો, જયાં સુધી તેનું પૂર્ણ રૂપ સંભવ છે, ત્યાં સુધી મનુષ્ય માત્રમાં છે. તેમાં શરીરયોગ – દેહવ્યાપાર અવશ્ય નિમિત્ત છે, દેડ્યોગ વિના તે સંભવતો નથી, તેમ છતાં પણ ગમે તેટલો દેડ્યોગ કેમ ન હોય, ગમે તેટલી શારીરિક પુષ્ટિ કેમ ન હોય, ગમે તેટલું શરીરબળ કેમ ન હોય, પરંતુ જો મનોયોગ — બુદ્ધિવ્યાપાર યા સમુચિત રીતે સમુચિત દિશામાં મનની ગતિવિધિ ન હોય તો પૂરો માનસિક વિકાસ - કદી સંભવતો નથી. ' અર્થાત્ મનુષ્યનો પૂર્ણ અને સમુચિત શારીરિક અને માનસિક વિકાસ કેવળ વ્યવસ્થિત અને જાગરિત બુદ્ધિયોગની અપેક્ષા રાખે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005646
Book TitleBharatni Yogvidya ane Jivan ma Dharm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy