________________
૧૯
ધર્મ અને બુદ્ધિ કરે છે કે કાં તો ધર્મધુરંધરો ધર્મના વાસ્તવિક સ્વરૂપ અને ઇતિહાસને સમજતા નથી કાં તો સમજવા છતાં પણ આવો પામર પ્રયત્ન કરવામાં તેમની કોઈ પરિસ્થિતિ કારણભૂત છે.
સામાન્યપણે ગૃહસ્થવર્ગ જ નહિ પરંતુ સાધુવર્ગનો બહુ મોટો ભાગ પણ કોઈ વસ્તુનું સમુચિત વિશ્લેષણ કરવામાં તેમ જ તેના ઉપર સમતોલપણું રાખવામાં નિતાન્ત અસમર્થ છે. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને સંકુચિત મનવાળા સાધુઓ અને તેમના અનુયાયી ગૃહસ્થો પણ એક સ્વરે કહેવા લાગે છે કે આવું કહીને અમુકે ધર્મનાશ કરી નાખ્યો. બિચારા ભોળા લોકો આ વાતથી અજ્ઞાનના વધુ ઊંડા ખાડામાં જઈ પડે છે. વાસ્તવમાં થવું તો એ જોઈએ કે કોઈ વિચારક નવા દૃષ્ટિબિંદુથી કોઈ વિષય ઉપર વિચાર પ્રકટ કરે તો તેમનો ખરા દિલથી આદર કરી વિચારસ્વાતન્યને પ્રોત્સાહન આપવું. તેના બદલે તેમનું ગળું દબાવવાનો જે પ્રયત્ન ચારે તરફથી દેખાય છે તેના મૂળમાં મને બે તત્ત્વો જણાય છે. એક તો ઉગ્ર વિચારોને સમજી તે વિચારોમાં રહેલી ભૂલો કે દોષો દર્શાવવાનું અસામર્થ્ય અને બીજું અકર્મણ્યતાની ભિત્તિ ઉપર અનાયાસ મળતી આરામની લાલસાવાળી જિંદગીનો નાશ.
જો કોઈ વિચારકના વિચારોમાં આંશિક યા સર્વથા દોષ હોય તો શું તેને ધર્મનેતાઓ સમજી ન શકે ? જો તેઓ સમજી શકતા હોય તો શું તે દોષને તેઓ ચાર ગણા બળથી દલીલો સાથે દર્શાવવામાં અસમર્થ છે? જો તેઓ સમર્થ છે તો પછી ઉચિત ઉત્તર દઈને તે વિચારનો પ્રભાવ લોકોમાંથી નષ્ટ કરવાનો ન્યાથ્ય માર્ગ તેઓ શા માટે નથી લેતા? ધર્મની રક્ષાના બહાને તેઓ અજ્ઞાન અને અધર્મના સંસ્કારોને પોતાનામાં અને સમાજમાં શા માટે પુષ્ટ કરે છે ? મને ખરી વાત તો એ જ જણાય છે કે ચિરકાળથી શારીરિક અને બીજો જવાબદારીભર્યો પરિશ્રમ કર્યા વિના જ મખમલી અને રેશમી ગાદીઓ ઉપર બેસીને બીજાના પરસેવાભર્યા પરિશ્રમનું પૂરું ફળ ઘણી મોટી ભક્તિ સાથે આસ્વાદવાની જે આદત પડી ગઈ છે તે જ આ ધર્મધુરંધરો પાસે આવી ઉપહાસાસ્પદ પ્રવૃત્તિ કરાવે છે. એવું ન હોય તો પ્રમોદભાવના અને જ્ઞાનપૂજાની હિમાયત કરનારા આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org