________________
૧૮
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ શરૂ કર્યો છે. જૈનસમાજની આવી જ એક તાજી ઘટના છે. અમદાવાદમાં એક ગ્રેજયુએટ વકીલે, જે મધ્યશ્રેણીના નિર્ભય વિચારક છે તેમણે ધર્મના વ્યાવહારિક સ્વરૂપ પર કેટલાક વિચારો પ્રગટ કર્યા ત્યાં તો ચારે તરફથી વિચારના કબ્રસ્તાનોમાંથી ધર્મગુરુઓના આત્માઓ જાગી ગયા. ખળભળાટ મચી ગયો કે આવો વિચાર પ્રગટ કેમ કરવામાં આવ્યો અને તે વિચારકને જૈનધર્મોચિત સજા શું કરવામાં આવે અને કેટલી કરવામાં આવે ? સજા એવી હોય કે હિંસાત્મક પણ ન ગણાય અને છતાં હિંસાત્મક . સજાથી પણ વધારે કઠોર સિદ્ધ થાય જેથી ભવિષ્યમાં કોઈ સ્વતંત્ર અને નિર્ભય ભાવથી ધાર્મિક વિષયોની સમીક્ષા ન કરે. આપણે જ્યારે જૈનસમાજની આવી જ પુરાણી ઘટનાઓ તથા આધુનિક ઘટનાઓ પર વિચાર કરીએ છીએ ત્યારે આપણને એક જ વાત માલૂમ પડે છે અને તે એ કે લોકોના ખ્યાલમાં ધર્મ અને વિચારનો વિરોધ છે એ વાત દઢપણે સ્થાપિત થઈ ગઈ છે. અહીં આપણે થોડું ઊંડાણથી વિચારવિશ્લેષણ કરવું પડશે.
આપણે પેલા ધર્મધુરંધરોને પૂછવા માગીએ છીએ કે શું તેઓ તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મના સ્વરૂપને અભિન્ન યા એક જ સમજે છે? અને શું વ્યાવહારિક સ્વરૂપ યા બંધારણને તેઓ અપરિવર્તનીય સાબિત કરી શકે છે? વ્યાવહારિક ધર્મનું બંધારણ અને સ્વરૂપ જો બદલાતું રહે છે અને બદલાવું જ જોઈએ તો આ પરિવર્તનના અંગે જો કોઈ અભ્યાસી અને ચિન્તનશીલ વિચારક કેવળ પોતાનો વિચાર પ્રદર્શિત કરે તો એમાં તેઓનું શું બગડે છે?
સત્ય, અહિંસા, સંતોષ આદિ તાત્ત્વિક ધર્મનો તો કોઈ વિચારક અનાદર કરતો જ નથી, ઊલટું તે તો તે તાત્ત્વિક ધર્મની પુષ્ટિ, વિકાસ અને ઉપયોગિતાનો સ્વયં સમર્થક હોય છે. તે જે કંઈ આલોચના કરે છે, જે કંઈ ફેરફાર યા તોડફોડની આવશ્યકતા દર્શાવે છે તે તો ધર્મના વ્યાવહારિક સ્વરૂપ સંબંધી છે અને તેનું પ્રયોજન ધર્મની વિશેષ ઉપયોગિતા અને પ્રતિષ્ઠા વધારવાનું છે. આવી સ્થિતિમાં તેના ઉપર ધર્મનો વિનાશ કરવાનો આરોપ મૂકવો કે તેનો વિરોધ કરવો એ તો કેવળ એ જ સાબિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org