________________
૧૭
ધર્મ અને બુદ્ધિ ભાવથી આવવાનું છોડી દીધું. તેમણે પોતાનું ક્ષેત્ર એવું બનાવી લીધું કે તેઓ વૈજ્ઞાનિકોના માર્ગમાં બાધા નાખ્યા વિના જ કંઈક ધર્મકાર્ય કરી શકે. આ બાજુ વૈજ્ઞાનિકોનું પણ ક્ષેત્ર એવું તો નિષ્ફટક બની ગયું કે જેથી તેઓ વિજ્ઞાનનો વિકાસ અને તેનું સંવર્ધન નિબંધપણે કરતા રહ્યા. આનું એક સુંદર અને મહત્ત્વનું પરિણામ એ આવ્યું કે સામાજિક અને છેવટે રાજકીય ક્ષેત્રમાંથી પણ ધર્મના ડેરાતંબુ ઊઠી ગયા અને લત ત્યાંની સામાજિક અને રાજકીય સંસ્થાઓ પોતાના જ ગુણ-દોષના કારણે વિકાસ-નાશ પામવા લાગી.
ઇસ્લામ અને હિન્દુ ધર્મની બધી શાખાઓની દશા આનાથી વિપરીત છે. ઇસ્લામી દીન અન્ય ધર્મોની અપેક્ષાએ બુદ્ધિ અને તર્કવાદથી અધિક ગભરાય છે. કદાચ એ કારણે જ ઇસ્લામ ધર્મ આજ સુધી કોઈ અન્યતમ મહાત્માને પેદા કરી શક્યો નથી અને સ્વયં સ્વતંત્રતા માટે ઉત્પન્ન થઈને પણ તેણે પોતાના અનુયાયીઓને અનેક સામાજિક તથા રાજકીય બન્ધનોમાં જકડી દીધા છે. હિન્દુ ધર્મની શાખાઓના પણ એ જ હાલ છે. વૈદિક હોય, બૌદ્ધ હોય કે જૈન, બધા ધર્મો સ્વતંત્રતાના દાવા તો બહુ કરે છે છતાં પણ તેમના અનુયાયીઓ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વધુમાં વધુ ગુલામ છે. આ સ્થિતિ હવે વિચારકોના દિલમાં ખટકવા લાગી છે. તેઓ વિચારે છે કે જયાં સુધી બુદ્ધિ, વિચાર અને તર્કની સાથે ધર્મનો વિરોધ છે એમ મનાતું રહેશે ત્યાં સુધી કોઈનું ભલું નહિ થઈ શકે. આ જ વિચાર આજકાલના યુવાનોની માનસિક ક્રાન્તિનું એક પ્રધાન લક્ષણ છે.
રાજનીતિ, સમાજશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ઇતિહાસ અને વિજ્ઞાન વગેરેનાં અભ્યાસ અને ચિન્તન એટલા અધિક થવા લાગ્યા છે કે તેનાથી યુવકોના વિચારમાં સ્વતંત્રતા તથા તેમના પ્રકાશનમાં નિર્ભયતા દેખાવા લાગી છે. બીજી બાજુ ધર્મગુરુ અને ધર્મપંડિતોને આ નવીન વિદ્યાઓનો પરિચય નથી, પરિણામે તેઓ પોતાના પુરાણા, વહેમી, - સંકુચિત અને ભીરુ ખ્યાલોમાં જ વિચરતા રહે છે. જેવો યુવકવર્ગ પોતાના
સ્વતંત્ર વિચારો પ્રગટ કરવા માંડે છે તેવા જ ધર્મજીવી મહાત્માઓ ગભરાવા અને કહેવા લાગે છે કે વિદ્યા અને વિચારે જ તો ધર્મનો નાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org