________________
૧૬
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ ધર્મના નામે પૂરો ભાર દે છે તેમનો સાચા ધર્મ સાથે શો અને ક્યાં સુધી સંબંધ છે? પ્રાયઃ જોવામાં આવે છે કે જીવનશુદ્ધિ ન હોવા છતાં, બબ્બે અશુદ્ધ જીવન હોવા છતાં પણ, એવા મનુષ્યને આવા બાહ્ય વ્યવહાર, અજ્ઞાન, વહેમ, સ્વાર્થ અને ભોળપણના કારણે ધર્માત્મા સમજી લેવામાં આવે છે. આવા બાહ્ય વ્યવહારો કમ થતાં યા બીજા પ્રકારના બાહ્ય વ્યવહારો હોવા છતાં પણ સાત્ત્વિક ધર્મનું હોવું સંભવી શકે છે ? આવા પ્રશ્નો સાંભળતાં જ પેલા ધર્મગુરુઓ અને ધર્મપંડિતોના મનમાં એક જાતની ભીતિ પેદા થઈ જાય છે. તેઓ સમજવા લાગે છે કે આ પ્રશ્નો પૂછનારાઓ વાસ્તવમાં સાત્ત્વિક ધર્મવાળા તો છે જ નહિ, કેવળ નરી તર્કશક્તિથી અમારા દ્વારા ધર્મરૂપે મનાવવામાં આવતા વ્યવહારોને અધર્મ કહે છે. આવી પરિસ્થિતિમાં ધર્મનું વ્યાવહારિક બાહ્યરૂપ પણ કેવી રીતે ટકી શકશે? આ ધર્મગુરુઓની દૃષ્ટિમાં આ લોકો (અર્થાત્ બુદ્ધિમાનો) અવશ્ય જ ધર્મદ્રોહી યા ધર્મવિરોધી છે કેમ કે તેઓ એવી સ્થિતિના પ્રેરક છે જેમાં ન તો જીવનશુદ્ધિરૂપ અસલ ધર્મ રહેશે કે ન તો સાચજૂઠો વ્યાવહારિક ધર્મ રહેશે. ધર્મગુરુઓ અને ધર્મપંડિતોના ઉક્ત ભય અને તજ્જન્ય ઊલટી વિચારણામાંથી એક પ્રકારનું હેન્દ્ર શરૂ થાય છે. તેઓ સદા સ્થાયી જીવનશુદ્ધિરૂપ સાત્ત્વિક અને તાત્ત્વિક ધર્મને પૂરા વિશ્લેષણ સાથે સમજાવવાના બદલે બાહ્ય વ્યવહારોને ત્રિકાલાબાધિત કહીને તેમના ઉપર એટલે સુધી ભાર આપે છે કે બુદ્ધિમાન વર્ગ તેમની દલીલોથી ઊબકી જઈને, અસંતુષ્ટ થઈને એ જ કહેવા લાગી જાય છે કે ગુરુઓ અને પંડિતોનો ધર્મ સિરફ ધોખો છે, એહ છે, છેતરપિંડી છે. આમ ધર્મોપદેશક અને તર્કવાદી બુદ્ધિમાન વર્ગની વચ્ચે પ્રતિક્ષણ અન્તર અને વિરોધ વધતાં જ જાય છે. એ દશામાં યા પરિસ્થિતિમાં ધર્મનો આધાર વિવેકશૂન્ય શ્રદ્ધા, અજ્ઞાન યા વહેમ જ રહી જાય છે અને બુદ્ધિ તથા તજજન્ય ગુણો સાથે ધર્મનો એક પ્રકારે વિરોધ દેખાય છે.
યુરોપનો ઇતિહાસ દર્શાવે છે કે વિજ્ઞાનનો જન્મ થતાં જ તેનો સૌથી પહેલો પ્રતિરોધ ખ્રિસ્તી ધર્મ તરફથી થયો. છેવટે આ પ્રતિરોધથી ધર્મનો સર્વથા નાશ દેખીને તેના ઉપદેશકોએ વિજ્ઞાનના માર્ગમાં પ્રતિપક્ષી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org