________________
ત્રીજું અધ્યયન ધર્મ અને બુદ્ધિ
આજ સુધી કોઈ પણ વિચારકે એ નથી કહ્યું કે ધર્મનો ઉત્પાદ અને વિકાસ બુદ્ધિ સિવાય બીજા કોઈ તત્ત્વથી થઈ શકે છે. પ્રત્યેક ધર્મસંપ્રદાયનો ઇતિહાસ એ જ કહે છે કે અમુક બુદ્ધિમાન પુરુષો દ્વારા જ તે ધર્મની ઉત્પત્તિ યા શુદ્ધિ થઈ છે. દરેક ધર્મસંપ્રદાયના પોષક ધર્મગુરુઓ અને વિદ્વાનો આ એક વાતનું સ્થાપન કરવામાં ગૌરવ સમજે છે કે તેમનો ધર્મ બુદ્ધિ, તર્ક, વિચાર અને અનુભવથી સિદ્ધ છે. આ રીતે ધર્મના ઇતિહાસને અને ધર્મના સંચાલકના વ્યાવહારિક જીવનને જોઈને આપણે કેવળ એક જ નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે બુદ્ધિતત્ત્વ જ ધર્મનું ઉત્પાદક, તેનું સંશોધક, પોષક અને પ્રચારક રહ્યું છે અને રહી શકે છે.
આવું હોવા છતાં પણ આપણે ધર્મોના ઇતિહાસમાં બરાબર ધર્મ અને બુદ્ધિતત્ત્વનો વિરોધ અને પારસ્પરિક સંઘર્ષ દેખીએ છીએ. કેવળ અહીંના આયે ધર્મની શાખાઓમાં જ નહિ પરંતુ યુરોપ આદિ અન્ય દેશોના ખ્રિસ્તી, ઇસ્લામ આદિ અન્ય ધર્મોમાં પણ આપણે ભૂતકાલીન ઇતિહાસ તથા વર્તમાન ઘટનાઓમાં દેખીએ છીએ કે જ્યાં બુદ્ધિતત્ત્વ પોતાનું કામ શરૂ કર્યું કે તરત જ ધર્મના અંગે અનેક શંકા-પ્રતિશંકા અને તર્કવિતર્કપૂર્ણ પ્રશ્નાવલી ઉત્પન્ન થઈ જાય છે. અને મોટા આશ્ચર્યની વાત તો એ છે કે ધર્મગુરુ અને ધર્માચાર્ય જેટલો બની શકે તેટલો તે પ્રશ્નાવલીનો, તે તર્કપૂર્ણ વિચારણાનો આદર કરવાના બદલે વિરોધ જ નહિ બલ્ક સખત વિરોધ કરે છે. તેમના આવા વિરોધ અને સંકુચિત વ્યવહારથી તો એ જાહેર થાય છે કે જો તર્ક. શંકા કે વિચારને સ્થાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org