SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને સંસ્કૃતિ ૧૩. આમ આપણે જે કોઈ જીવનક્ષેત્રને લઈ વિચાર કરીએ છીએ તો એ જ જણાય છે કે આપણે ભારતીયો જેટલા પ્રમાણમાં સંસ્કૃતિ તથા ધર્મની વાતો કરીએ છીએ, આપણું સઘળું જીવન એટલા જ પ્રમાણમાં સંસ્કૃતિ અને ધર્મથી દૂર છે. હા, એટલું અવશ્ય છે કે સંસ્કૃતિનાં બાહ્ય રૂપો અને ધર્મના બાહ્ય ક્રિયાકાંડો આપણામાં એટલા બધા છે કે ભાગ્યે જ કોઈ બીજો દેશ આપણો મુકાબલો કરી શકે. કેવળ આપણા વિરલ પુરુષોના નામ ઉપર જીવવું અને બડાઈની ડીંગ મારવી એ તો અસંસ્કૃતિ અને ધર્મપરામુખતાનાં જ લક્ષણો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005646
Book TitleBharatni Yogvidya ane Jivan ma Dharm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy