________________
ધર્મ અને સંસ્કૃતિ
૧૧ પરસ્પર વિરોધી વાત છે. આ દૃષ્ટિએ ભારતીય સમાજ સંસ્કૃત છે એમ એકાન્તતઃ માનવું એ તો મોટી ભારે ભૂલ થશે.
જેમ ખરા અર્થમાં આપણે આજ સંસ્કૃત નથી તેમ ખરા અર્થમાં આપણે ધાર્મિક પણ નથી. કોઈ પણ પૂછી શકે કે તો પછી ઇતિહાસકાર અને વિદ્વાન જયારે ભારતને સંસ્કૃતિ અને ધર્મનું ધામ કહે છે ત્યારે શું તેઓ જૂઠું કહે છે? તેનો ઉત્તર “હા” અને “ના” બન્નેમાં છે. જો આપણે ઇતિહાસકારો અને વિદ્વાનોના કથનનો એ અર્થ સમજીએ કે આખો ભારતીય સમાજ કે બધી ભારતીય જાતિઓ અને પરંપરાઓ સંસ્કૃત અને ધાર્મિક જ છે તો તેમનું કથન અવશ્ય સત્યથી પરાક્ષુખ જ ગણાશે. જો આપણે તેમના કથનનો અર્થ એટલો જ સમજીએ કે આપણા દેશમાં ખાસ ખાસ ઋષિ કે સાધક સાંસ્કૃતિક અને ધાર્મિક થયા છે તથા વર્તમાનમાં પણ છે તો તેમનું તે કથન અસત્ય નથી.
ઉપર્યુક્ત ચર્ચા દ્વારા આપણે એ નિષ્કર્ષ ઉપર પહોંચીએ છીએ કે આપણા નજીકના યા દૂરવર્તી પૂર્વજોનાં સંસ્કૃત અને ધાર્મિક જીવનના આધારે આપણે પોતાને સંસ્કૃત અને ધાર્મિક માની લઈએ છીએ પરંતુ વસ્તુતઃ એવા છીએ નહિ, આ તો સાચેસાચ જ આપણે પોતાની જાતને અને બીજાઓને ધોખો દઈએ છીએ. હું તો મારા અલ્પસ્વલ્પ ઇતિહાસના અધ્યયન અને વર્તમાન સ્થિતિના મારા નિરીક્ષણ દ્વારા આ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે પોતાને આર્ય કહેનારો ભારતીય સમાજ વાસ્તવમાં સંસ્કૃતિ અને ધર્મથી કોસો દૂર છે. " જે દેશમાં કરોડો બ્રાહ્મણો હોય જેમનું એકમાત્ર જીવનવ્રત ભણવું-ભણાવવું યા શિક્ષણ દેવું કહેવાતું હોય તે દેશમાં આટલી બધી નિરક્ષરતા કેમ ? જે દેશમાં લાખોની સંખ્યામાં ભિક્ષુ, સંન્યાસી, સાધુ અને શ્રમણ હોય જેમનું એકમાત્ર ઉદ્દેશ્ય અકિંચન રહીને બધી જાતની માનવસેવા કરવી કહેવાતું હોય તે દેશમાં સમાજમાં આટલી બધી નિરાધારતા કેમ ?
અમે ૧૯૪૩ના બંગાળના દુકાળ વખતે જોયું કે જ્યાં એક બાજુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org