________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ કે વૃત્તિથી જ પ્રકટ થાય છે એવો કોઈ નિયમ નથી. આપણે ઇતિહાસમાંથી જાણીએ છીએ કે અનેક કલાઓ, અનેક શોધો અને અનેક વિદ્યાઓ પાછળ હમેશાં માનવકલ્યાણનો કોઈ શુદ્ધ ઉદ્દેશ્ય નથી હોતો. તેમ છતાં પણ આ ચીજો સમાજમાં આવે છે અને સમાજ પણ તેમનું સ્વાગત પૂરા હૃદયથી કરે છે. આ રીતે આપણે દેખીએ છીએ અને વ્યવહારમાં અનુભવીએ છીએ કે જે વસ્તુ માનવીય બુદ્ધિ અને એકાગ્ર પ્રયત્ન દ્વારા નિર્મિત થાય છે અને માનવસમાજને પુરાણા સ્તર ઉપરથી નવા સ્તર પર લાવે છે તે સંસ્કૃતિની કોટિમાં આવે છે. તેની સાથે શુદ્ધ ધર્મનો કોઈ અનિવાર્ય સંબંધ હોય જ એવો કોઈ નિયમ નથી. આ જ કારણે સંસ્કૃત કહેવાતી અને મનાતી જાતિઓ પણ અનેકધા ધર્મપરામુખ જોવા મળે છે. ઉદાહરણ તરીકે મૂર્તિનિર્માણ, મંદિરો તોડી મસ્જિદ બનાવવી અને મસ્જિદોને તોડી મંદિરોનું નિર્માણ કરવું, હુલ્લડખોરી આદિ બધું ધર્મ અથવા ધર્મોદ્ધારના નામે થાય છે. સંસ્કૃત જાતિઓનાં આ લક્ષણો તો કદાપિ ન હોય.
સામાન્ય સમજવાળા લોકો ધર્મ અને સંસ્કૃતિમાં અભેદ કરી દે છે. કોઈ સંસ્કૃતિની ચીજ સામે આવી, જેના ઉપર લોકો મુગ્ધ થાય, તો બહુધા તેને ધર્મ કહીને પ્રશંસવામાં આવે છે અને ઘણા બધા ભોળા લોકો આવી સાંસ્કૃતિક વસ્તુઓને જ ધર્મ માનીને તેમનાથી સંતુષ્ટ થઈ જાય છે. તેમનું ધ્યાન સામાજિક ન્યાયોચિત વ્યવહારની તરફ જતું નથી. તેમ છતાં તેઓ સંસ્કૃતિના નામ ઉપર નાચતા રહે છે. આ રીતે જો આપણે બીજાઓનો વિચાર છોડી કેવળ આપણા ભારતીય સમાજનો જ વિચાર કરીએ તો કહી શકાય કે આપણે સંસ્કૃતિના નામે આપણું વાસ્તવિક સામર્થ્ય ઘણું બધું ગુમાવ્યું છે. જે સમાજ હજારો વર્ષોથી પોતાને સંસ્કૃત માનતો આવ્યો છે અને પોતાને અન્ય સમાજો કરતાં સંસ્કૃતતર સમજે છે તે સમાજ જો નૈતિક બળમાં, ચારિત્રબળમાં, શારીરિક બળમાં અને સહયોગની ભાવનામાં પાછળ પડી ગયો હોય, ખુદ અંદરોઅંદર છિન્નભિન્ન થઈ ગયો હોય તો તે સમાજ વાસ્તવમાં સંસ્કૃત છે કે અસંસ્કૃત એ વિચાર કરવો આવશ્યક છે. સંસ્કૃતિ ઉચ્ચતર પણ હોય અને નિર્બળતાની પરાકાષ્ઠા પણ હોય એ તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org