________________
બીજું અધ્યયન ધર્મ અને સંસ્કૃતિ
ધર્મનો સાચો અર્થ છે આધ્યાત્મિક ઉત્કર્ષ જેના દ્વારા વ્યક્તિ બહિર્મુખતાને છોડીને – વાસનાઓના પાશમાંથી દૂર થઈને – શુદ્ધ ચિરૂપ યા આત્મસ્વરૂપ ભણી વળે છે. આ જ છે યથાર્થ ધર્મ. જો એવો ધર્મ ખરેખર જીવનમાં પ્રગટ થઈ રહ્યો હોય તો તેનાં બાહ્ય સાધનો પણ – ભલે ને તે સાધનો એક યા બીજા રૂપમાં અનેક પ્રકારનાં કેમ ન હોય – ધર્મ કહેવાઈ શકે છે. પરંતુ જો વાસનાઓના પાશથી મુક્તિ ન હોય ત્યા મુક્તિનો પ્રયત્ન પણ ન હોય તો બાહ્ય સાધનો ગમે તેવાં કેમ ન હોય તેઓ ધર્મકોટિમાં ક્યારેય પણ આવી શકતાં નથી. ઊલટું તે બધાં સાધનો અધર્મ જ બની જાય છે. સારાંશ એ કે ધર્મની મુખ્ય મતલબ સત્ય, અહિંસા, અપરિગ્રહ જેવા આધ્યાત્મિક સદ્ગુણોથી છે. સાચા અર્થમાં ધર્મ કોઈ બાહ્ય વસ્તુ નથી. તો પણ તે બાહ્ય જીવન અને વ્યવહાર દ્વારા જ પ્રગટ થાય છે. ધર્મને જો આત્મા કહીએ તો બાહ્ય જીવન અને સામાજિક બધા વ્યવહારોને દેહ કહેવો જોઈએ.
ધર્મ અને સંસ્કૃતિમાં વસ્તુતઃ કોઈ અન્તર હોવું જોઈએ નહિ. જે વ્યક્તિ કે જે સમાજ સંસ્કૃત મનાય છે તે જો ધર્મપરામુખ હોય તો પછી જંગલીપણાથી સંસ્કૃતિમાં વિશેષતા શું? આમ વાસ્તવમાં માનવસંસ્કૃતિનો અર્થ જ તો ધાર્મિક યા ન્યાયસમ્પન્ન જીવનવ્યવહાર જ છે. પરંતુ સામાન્ય . જગતમાં સંસ્કૃતિનો આ અર્થ લેવામાં આવતો નથી. લોકો સંસ્કૃતિથી માનવકૃત વિવિધ કલાઓ, વિવિધ શોધો અને વિવિધ વિદ્યાઓ સમજે છે. પરંતુ આ કલાઓ, આ શોધો, આ વિદ્યાઓ હમેશાં માનવકલ્યાણની દૃષ્ટિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org