________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ કોઈ ને કોઈ ઉપાયનો આશ્રય લેતી રહી છે. પરંતુ તે ઉપાયોમાં એવો કોઈ ઉપાય નથી કે જે સામુદાયિક ભાવના વિના પૂર્ણ સિદ્ધ થઈ શકે. યજ્ઞ અને દાનની તો વાત છોડો, એકાન્ત નિરપેક્ષ મનાતો ધ્યાનમાર્ગ પણ છેવટે કોઈ અન્યની મદદ વિના નથી નભી શકતો કે ધ્યાનસિદ્ધ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિમાં પોતે એકત્ર કરેલા સંસ્કાર નાખ્યા વિના તૃપ્ત પણ નથી થઈ શકતી. કેવળ દૈહિક જીવનમાં દૈહિક સામુદાયિક વૃત્તિ આવશ્યક છે, તો માનસિક જીવનમાં પણ દૈહિક ઉપરાંત માનસિક સામુદાયિક વૃત્તિ , અપેક્ષિત છે.
જ્યારે મનુષ્યની દૃષ્ટિ પારલૌકિક સ્વર્ગીય દીર્ઘ જીવનથી તૃપ્ત ન થઈ અને તેણે એક ડગલું આગળ વિચાર્યું કે એવું પણ જીવન છે જે વિદેહ અમરત્વપૂર્ણ છે, ત્યારે તેણે તે અમરત્વની સિદ્ધિ માટે પણ પ્રયત્ન શરૂ કર્યા. પુરાણા ઉપાયો ઉપરાંત નવા ઉપાયો પણ તેણે વિચાર્યા. બધાનું ધ્યેય એક માત્ર અશરીર અમરત્વ રહ્યું. મનુષ્ય અત્યાર સુધી મુખ્યપણે વૈયક્તિક અમરત્વ વિશે વિચારતો હતો, પરંતુ તે સમયે પણ તેની દષ્ટિ સામુદાયિક વૃત્તિથી મુક્ત ન હતી. જે મુક્ત થવા ઇચ્છતો હતો કે મુક્ત થયેલો મનાતો હતો તે પણ પોતાની શ્રેણીમાં અન્ય મુક્તોની વૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહેતો હતો. અર્થાત્ મુક્ત વ્યક્તિ પણ પોતાના જેવા મુક્તોના સમુદાયનું નિર્માણ કરવાની વૃત્તિથી મુક્ત ન હતી. તેથી મુક્ત વ્યક્તિ પોતાનું આખું જીવન બીજાઓને મુક્ત બનાવવામાં લગાતી દેતી હતી. આ જ વૃત્તિ સામુદાયિક છે અને તેમાં જ મહાયાનની યા સર્વમુક્તિની ભાવના નિહિત છે. આ જ કારણે ઉત્તરકાળે મુક્તિનો અર્થ એ થવા લાગ્યો કે, જ્યાં સુધી એક પણ પ્રાણી દુઃખી હોય યા વાસનાબદ્ધ હોય ત્યાં સુધી કોઈ એકલાની મુક્તિનો કોઈ પૂરો અર્થ નથી. અહીં આપણે એટલું જ જોવા-સમજવાનું છે કે વર્તમાન દૈહિક જિજીવિષાથી આગળ અમરત્વની ભાવનાએ ગમે તેટલું પ્રયાણ કર્યું કેમ ન હોય, પરંતુ વૈયક્તિક જીવનનો પરસ્પર સમ્બન્ધ ક્યારેય વિચ્છિન્ન નથી થયો અને નથી થવાનો.
હવે તત્ત્વચિન્તનના ઇતિહાસમાં વૈયક્તિક જીવનભેદના સ્થાને યા તેની સમાન્તર સાથે સાથે અખંડ જીવનની યા અખંડ બ્રહ્મની ભાવના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org