________________
ધર્મનું બીજ અને તેનો વિકાસ અને સીમાઓથી પર પણ સાચા ધર્મની વૃત્તિ પોતાનું કામ કરે છે. આ જ કામ ધર્મબીજનો પૂર્ણ વિકાસ છે. આ જ વિકાસને લક્ષ્યમાં રાખીને એક ઋષિએ કહ્યું કે “ર્વનૈવેદ કર્માણ નિગીવિષેત્ શતં સમા:' અર્થાત્ જીવવા ઇચ્છતા હો તો કર્તવ્ય કર્મ કરતાં કરતાં જીવો. કર્તવ્ય કર્મની સંક્ષેપમાં વ્યાખ્યા આ છે કે તેને ત્યજીન મુન્નીથા: મા પૃધઃ સ્થવિત્ ધનમ્' અર્થાત્ તમે ભોગ કરો પરંતુ ત્યાગ વિના નહિ અને કોઈના સુખ કે સુખનાં સાધનોને લૂંટવાની વૃત્તિ ન રાખો. બધાનો સારાંશ એ જ છે કે જે સામુદાયિક વૃત્તિ જન્મસિદ્ધ છે તેનો બુદ્ધિ અને વિવેકપૂર્વક અધિકાધિક એવો વિકાસ કરવામાં આવે કે તે સૌના હિતમાં પરિણમે. આ જ ધર્મબીજનો માનવજાતિમાં સંભવિત વિકાસ છે.
ઉપર જે વસ્તુ સંક્ષેપમાં સૂચવવામાં આવી છે તેને જ આપણે બીજી રીતે અર્થાત્ તત્ત્વચિન્તનના ઐતિહાસિક વિકાસક્રમની દષ્ટિએ પણ વિચારી શકીએ. તે નિર્વિવાદ સાચું છે કે સૂક્ષ્માતિસૂક્ષ્મ જતુઓથી લઈને મોટામાં મોટાં પશુપક્ષી જેવાં પ્રાણીઓમાં જિજીવિષામૂલક અમરત્વની જે વૃત્તિ છે તે દૈહિક યા શારીરિક જીવન સુધી જ સીમિત છે. મનુષ્યતર પ્રાણીઓ સદા જીવિત રહેવા ઇચ્છે છે પરંતુ તેમની દૃષ્ટિ યા ઇચ્છા વર્તમાન દૈહિક જીવનથી આગળ નથી જતી. તેઓ આગળના કે પાછળના જીવન વિશે કંઈ વિચારી જ નથી શકતા. પરંતુ જ્યાં મનુષ્યત્વનો પ્રારંભ થયો ત્યાંથી આ વૃત્તિમાં સીમાભેદ થઈ જાય છે. પ્રાથમિક મનુષ્યદષ્ટિ ભલે ને ગમે તે રહી હોય કે હજુ પણ છે, તેમ છતાં પણ મનુષ્યજાતિમાં હજારો વર્ષ પહેલાં એક એવો સમય આવ્યો ત્યારે તેણે વર્તમાન દૈહિક જીવનથી આગળ. દષ્ટિ દોડાવી. મનુષ્ય વર્તમાન દૈહિક અમરત્વથી સંતુષ્ટ ન રહ્યો, તેણે મરણોત્તર જિજીવિષામૂલક અમરત્વની ભાવનાને ચિત્તમાં સ્થાન આપ્યું અને તેને સિદ્ધ કરવા માટે તે અનેક પ્રકારના ઉપાયોનું અનુષ્ઠાન કરવા લાગ્યો. એમાંથી જ બલિદાન, યજ્ઞ, વ્રતનિયમ, તપ, ધ્યાન, ઈશ્વરભક્તિ, તીર્થસેવન, દાન, વગેરે વિવિધ ધર્મમાર્ગોનું નિર્માણ થયું અને તેમનો વિકાસ થયો. અહીં આપણે સમજી લેવું જોઈએ કે મનુષ્યની દષ્ટિ વર્તમાન જન્મથી આગળ પણ સદા જીવિત રહેવાની ઇચ્છાના કારણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org