________________
الت
ધર્મનું બીજ અને તેનો વિકાસ નાનામોટા બધા વાનરો તેને બચાવવાનો કેવો પ્રયત્ન કરે છે. તે જ રીતે પકડાયેલું બચ્ચે કેવળ તેની પોતાની માની તરફ જ નહિ પરંતુ અન્ય વાનરો તરફ પણ બચાવ માટે જુએ છે. પશુપક્ષીઓની આ રોજિંદી ઘટના છે તો અતિપરિચિત અને બહુ જ મામૂલી પરંતુ તેમાં એક સત્ય સૂક્ષ્મ રૂપમાં રહેલું છે.
તે સત્ય એ છે કે કોઈ પ્રાણીની જિજીવિષા તેના જીવનથી અલગ હોઈ શકતી નથી અને જિજીવિષાની તૃપ્તિ ત્યારે જ થઈ શકે છે જ્યારે પ્રાણી પોતાનાં નાનાં-મોટાં જૂથોમાં રહીને તે જૂથની મદદ લે અને તે જૂથને મદદ કરે. જિજીવિષાની સાથે અનિવાર્યપણે સંકળાયેલો સજાતીય જૂથ તરફથી મદદ લેવાનો જે આ ભાવ છે તેમાં ધર્મનું બીજ નિહિત છે. જો સમુદાયમાં રહ્યા વિના અને સમુદાયની મદદ લીધા વિના જીવનધારી પ્રાણીની જીવનેચ્છા તૃપ્ત થઈ જતી હોત તો ધર્મનો પ્રાદુર્ભાવ સંભવેત જ નહિ. આ દૃષ્ટિએ જોતાં કોઈ સંદેહ નથી રહેતો કે ધર્મનું બીજ અમારી જિજીવિષા છે અને તે બીજ જીવનવિકાસની સૌથી પ્રાથમિક સ્થિતિમાં પણ મોજૂદ છે, ભલે ને તે અજ્ઞાત યા અવ્યક્ત અવસ્થા જ કેમ ન હોય.
- હરણ જેવાં કોમળ સ્વભાવનાં જ નહિ પરંતુ જંગલી ભેંસો અને ગેંડા જેવાં કઠોર સ્વભાવનાં પશુઓમાં પણ જોવામાં આવે છે કે તે બધાં પોતપોતાનું જૂથ બાંધીને રહે છે અને જીવે છે. ચાહે તો આપણે તેને આનુવંશિક સંસ્કાર માનીએ કે ચાહે તો તેને પૂર્વજન્મોપાર્જિત સંસ્કાર માનીએ પરંતુ મનુષ્યજાતિમાં પણ આ સામુદાયિક વૃત્તિ અનિવાર્યપણે દેખાય છે. જયારે પુરાતન મનુષ્ય જંગલી અવસ્થામાં હતો ત્યારે અને જયારે આજનો મનુષ્ય સભ્ય ગણાય છે ત્યારે પણ આ સામુદાયિક વૃત્તિ એકસરખી એકધારી અખંડ દેખાય છે. હા, એટલો ફરક અવશ્ય છે કે જીવનવિકાસની અમુક ભૂમિકા સુધી સામુદાયિક વૃત્તિ એટલી સમાન નથી હોતી જેટલી કે વિકસિત બુદ્ધિશીલ ગણાતા મનુષ્યમાં હોય છે. આપણે અભાન યા અસ્પષ્ટ ભાનવાળી સામુદાયિક વૃત્તિને પ્રાવાહિક યા ઔધિક વૃત્તિ કહી શકીએ. પરંતુ આ જ વૃત્તિ ધર્મબીજનો આશ્રય છે, એમાં કોઈ શંકા નથી. આ ધર્મબીજનું સામાન્ય અને સંક્ષિપ્ત સ્વરૂપ એ જ છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org