________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ પ્રવહણશીલ ગતિનો નિરોધ પ્રાણાયામ કહેવાય છે. પ્રાણવાયુના ચાંચલ્યના કારણે ચિત્તમાં ચંચળતા આવે છે. ચંચળ ચિત્ત ધારણા, ધ્યાન અને સમાધિને ઉપયોગી નથી. પ્રાણાયામના અભ્યાસથી જ ધીમે ધીમે ચિત્તમાં એકાગ્રતા આવવા લાગે છે. એટલે ધારણા અને ધ્યાન પહેલાં પ્રાણાયામનો અભ્યાસ આવશ્યક છે. પ્રાણાયામના મુખ્ય ભેદો છે – રેચક, પૂરક, કુંભક અને ચતુર્થ. પ્રત્યાહારનો અર્થ છે પાછું વાળવું તે. ઇન્દ્રિયોને પોતાના બહિર્વિષયોમાંથી પાછી વાળી અન્તર્મુખ કરવી તેને પ્રત્યાહાર કહેવામાં - આવે છે. પ્રત્યાહાર સિદ્ધ થતાં પરમ ઇન્દ્રિયજય થાય છે. અમુક ખાસ દેશ યા વિષયમાં ચિત્તનો દઢ સંબંધ સ્થાપવો એ ધારણા છે. અમુક ચોક્કસ સમય સુધી ચિત્તને એક જ વિષયમાં વૃત્તિ દ્વારા બંધાયેલું રાખવું એ જ ધારણા છે. ધારણા પછીનું યોગાંગ ધ્યાન છે. ધ્યાનનો અર્થ છે પ્રત્યયની એકતાનતા. પ્રત્યય એટલે ચિત્તવૃત્તિ યા જ્ઞાન ધ્યાનમાં સદેશ ચિત્તવૃત્તિનો પ્રવાહ ચાલે છે. વિજાતીય ચિત્તવૃત્તિ નિરન્તર ચાલતા આ સદેશ ચિત્તવૃત્તિના પ્રવાહને તોડતી નથી. જે દેશયા વિષયમાં ચિત્ત દઢ સંબંધ સ્થાપે છે (ધારણા), તે જ દેશ યાવિષય ધ્યાનનો આધાર બને છે. ધારણા અને ધ્યાનનું આલંબન એક જ હોય છે. ધ્યાનકાળે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય આ ત્રણેયનું ભાન સાધકને હોય છે. જ્યારે ધ્યાન ધ્યેય અર્થની જ સાધકને પ્રતીતિ કરાવે છે અને પોતે જાણે સ્વરૂપશૂન્ય હોય એવું બની જાય છે ત્યારે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે.
પતંજલિના મતે યોગ બે પ્રકારનો છે – સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત. સંપ્રજ્ઞાત યોગનું કારણ અપર વૈરાગ્ય છે અને અસંપ્રજ્ઞાત યોગનું કારણ પર વૈરાગ્ય છે. વિવેકઞાતિરૂપ ચિત્તવૃત્તિનો નિરંતર સદશ પ્રવાહ એ જ સંપ્રજ્ઞાત યોગ છે કારણ કે વિવેકખ્યાતિ યા વિવેકજ્ઞાન (પ્રકૃતિ-પુરુષના ભેદનું જ્ઞાન) એ જ સંપ્રજ્ઞાન છે. સંપ્રજ્ઞાત યોગ સદ્ભુત અર્થને યા તત્ત્વને પ્રકાશિત કરે છે, ક્લેશોને ક્ષીણ કરે છે, કર્મબંધનો ઢીલા કરે છે, સર્વ ચિત્તવૃત્તિઓના નિરોધરૂપ અસંપ્રજ્ઞાત યોગને અભિમુખ કરે છે. સંપ્રજ્ઞાત યોગની ચાર ક્રમિક ભૂમિકાઓ છે – વિતર્કાનુગત, વિચારાનુગત, આનન્દાનુગત અને અસ્મિતાનુગત. વળી સંપ્રજ્ઞાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org