SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદકની પ્રસ્તાવના ઉપરાંત તેમણે પાતંજલસૂત્ર ઉપર જૈનપ્રણાલીને અનુકૂળ વૃત્તિ (અપૂર્ણ) પણ લખી છે. પતંજલિએ ઇ.સ.પૂર્વે ૨૦૦ વર્ષ આસપાસ વિવિધ યોગપરંપરાઓની યોગસંબંધી ધારણાઓનો સમન્વય કરી પોતાના યોગસૂત્રમાં તેમને સંગૃહીત કરી છે અને એ ધારણાઓને સાંખ્ય વિચારધારાને અનુકૂળ બનાવી એક વ્યવસ્થિત રૂપ આપ્યું છે. યોગસૂત્ર ચાર પાદમાં વિભક્ત છે– સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. પાદના નામ ઉપરથી તે પાદનો મુખ્ય વિષય સ્પષ્ટપણે સૂચવાય છે. પતંજલિ યોગનો અર્થ ચિત્તવૃત્તિનો વિરોધ કરે છે. તે ચિત્તના સ્વરૂપનું અને ચિત્તની વૃત્તિઓનું વિસ્તારથી નિરૂપણ કરે છે. ચિત્તવૃત્તિનો વિરોધ કરવા માટે અભ્યાસ અને વૈરાગ્ય બે મુખ્ય ઉપાય છે. ચિત્તવૃત્તિનો નિરોધ કરવામાં અર્થાત્ ચિત્તની એકાગ્રતા સાધવામાં બાધક નવ બાબતોને પતંજલિ ગણાવે છે. તે નવ બાબતો છે –વ્યાધિ, સ્થાન (મૂઢતા), સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાન્તદર્શન, અલબ્ધભૂમિકતા અને અનવસ્થિતત્વ (યોગભૂમિમાં ચિત્તની દઢ સ્થિરતાનો અભાવ). શુદ્ધ યા પ્રસન્ન ચિત્ત જ એકાગ્ર, સ્થિર કે અક્ષુબ્ધ થઈ શકે છે, એટલે ચિત્તને શુદ્ધ કરવું આવશ્યક છે. ઈર્ષ્યા, પરાપકારવૃત્તિ, અસૂયા અને અમર્ષ આ ચાર ચિત્તની અશુદ્ધિઓ છે. આ અશુદ્ધિઓ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા ભાવના કેળવવાથી દૂર થાય છે. આ ચાર ભાવનાનો સ્વીકાર જૈન અને બૌદ્ધ પરંપરામાં પણ છે. બૌદ્ધો તેમને ચાર બ્રહ્મવિહાર કહે છે. પતંજલિના મતે યોગનાં આઠ અંગો છે-યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમનો અર્થ ઉપરમ, વિરતિ યા નિવૃત્તિ છે. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ(મૈથુન) અને પરિગ્રહમાંથી વિરમવું તે યમ. આમ યમ પાંચ છે – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પરમ યોગી પણ યમનું પાલન કરે છે. યમો યોગની બધી જ ભૂમિકાએ હોય છે. તેથી તેમને સાર્વભૌમ ગણવામાં આવ્યા છે. નિયમો પાંચ છે – શૌચ, સન્તોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાન. શરીર નિશ્ચલ રહે અને સુખ થાય એ રીતે આસન જમાવી બેસવું એ ત્રીજું યોગગ આસન છે. શ્વાસ-પ્રશ્વાસની સ્વાભાવિક નિરંતર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005646
Book TitleBharatni Yogvidya ane Jivan ma Dharm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy