________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (ઇ.સ.છઠ્ઠી શતાબ્દી) પણ પોતાની કૃતિ ધ્યાનશતકમાં ધ્યાનનું નિરૂપણ કર્યું છે. ઇ.સ.ની આઠમી શતાબ્દીના. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગવિષયક ગ્રન્થો યોગશતક, યોગબિન્દુ અને યોગદષ્ટિસમુચ્ચયમાં નવીન દૃષ્ટિએ યોગની વિચારણા કરી છે. આઠ યોગદષ્ટિઓમાં યોગભૂમિઓનું વિભાજન નવીન છે તેમ જ અન્ય યોગપરંપરાઓનો સમન્વય પણ તેમનો આગવો છે. શુભચનો (ઇ.સ. અગિયારમી શતાબ્દી) જ્ઞાનાર્ણવ ગ્રન્થ યોગનું વિસ્તારથી નિરૂપણ કરે છે. તેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ વગેરે પ્રક્રિયાનું નિરૂપણ છે. અહીં ધ્યાનના નિરૂપણમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત સંજ્ઞાઓનો પ્રયોગ મૌલિક છે અને આ ધ્યાનભેદોનું સ્વરૂપ પણ અપૂર્વ છે. ગ્રન્થકર્તાએ પ્રાણાયામનું નિરૂપણ પર્યાપ્ત કર્યું છે પરંતુ તેને ધ્યાનની સિદ્ધિમાં સાધક નહિ પણ એક રીતે બાધક ગણી તેના અભ્યાસનો નિષેધ કર્યો છે. આચાર્ય હેમચન્દ્ર (ઇ.સ.ની બારમી શતાબ્દી) લગભગ એક હજાર સંસ્કૃત શ્લોકોમાં રચેલો યોગશાસ્ત્ર નામનો ગ્રન્થ વ્રતો, બાર ભાવના, આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા, પિંડી આદિ ધ્યાન, ધર્મધ્યાન-શુક્લધ્યાનના ભેદો, કેવલિસમુદ્દાત અને મોક્ષપ્રાપ્તિનું નિરૂપણ કરે છે. પ્રાણાયામનું વિસ્તારપૂર્વક નિરૂપણ કરવા છતાં શુભચન્દ્રની જેમ જ હેમચન્દ્ર પણ ધ્યાનસિદ્ધિમાં અને મોક્ષપ્રાપ્તિમાં તેને બાધક માને છે. યોગવિષયક મહત્ત્વપૂર્ણ સારભૂત કૃતિઓના સર્જક ઉપાધ્યાય યશોવિજયજી ઈ.સ. ની અઢારમી શતાબ્દીમાં થયા. તેમણે યોગલક્ષણાત્રિશિકા, યોગભેદકાત્રિશિકા, યોગાવતારકાત્રિશિકા, યોગવિવેકદ્ધાત્રિશિકા, મુજ્યષપ્રાધાન્યકાત્રિશિકા, પૂર્વસેવાદ્ધાત્રિશિકા, અપુનર્બન્ધકદ્ધાત્રિશિકા અને જ્ઞાનસારની રચના કરી છે. વળી તેમણે ૯૪૯ શ્લોકપ્રમાણ અધ્યાત્મસાર નામનો યોગગ્રન્થ લખ્યો છે. તેના યોગાધિકારના અત્તે તેઓ લખે છે :
कर्मयोगं समभ्यस्य ज्ञानयोगसमाहितः । ध्यानयोगं समारुह्य मुक्तियोगं प्रपद्यते ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org